News of Wednesday, 11th September 2024
હિમાચલ પ્રદેશના પાંચ જિલ્લામાં બે દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ : 37 રસ્તાઓ બંધ કરાયા
કિન્નૌર, સિરમૌર, સોલન, શિમલા અને બિલાસપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે

નવી દિલ્હી : ગુરુવાર અને શુક્રવારે હિમાચલ પ્રદેશના 12 માંથી પાંચ જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની યલો એલર્ટ જારી કરવામાં આવી હતી અને રાજ્યમાં 17 સપ્ટેમ્બર સુધી વરસાદની અપેક્ષા છે. સ્થાનિક હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી હતી. હવામાન વિભાગે કહ્યું કે કિન્નૌર, સિરમૌર, સોલન, શિમલા અને બિલાસપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
