<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે ત્રીજી યાદી જાહેર કરી: રણદીપ સુરજેવાલાના પુત્રને ટિકિટ આપી

કોંગ્રેસે હરિયાણામાં ઉમેદવારોની ત્રીજી યાદીમાં 40 નામોની જાહેરાત. પૂર્વ ડેપ્યુટી સીએમ ભજન લાલના પુત્ર ચંદ્રમોહનને પંચકૂલાથી ટિકિટ

કોંગ્રેસે હરિયાણા માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. તેમાં 40 ઉમેદવારોના નામ છે. સૌથી ખાસ નામ રણદીપ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલનું છે, જેને કૈથલથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય પૂર્વ ડેપ્યુટી સીએમ ભજન લાલના પુત્ર ચંદ્રમોહનને પંચકૂલાથી ટિકિટ આપવામાં આવી છે.

   કોંગ્રેસે હરિયાણામાં ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 નામોની જાહેરાત કરવામાં આવી છે. રણદીપ સુરજેવાલાને ટિકિટ ન આપીને કોંગ્રેસે કૈથલથી તેમના પુત્રને તક આપી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના ઉમેદવારોની યાદી પણ બહાર પાડવામાં આવી છે, જેમાં 5 નામ છે.

(11:52 PM IST)