<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સાયબર ક્રાઈમ સામે અવાજ ઉઠાવશે મહાનાયક : સરકારના જાગૃતિ અભિયાનમાં જોડાશે બિગ બી

અભિનેતા અમિતાભ બચ્ચન સાયબર સિક્યોરિટી અંગે લોકોને જાગૃત કરવા માટે શરૂ કરાયેલા અભિયાનમાં જોડાયા:બચ્ચને કહ્યું કે સાયબર ગુનાઓની સંખ્યામાં વધારો થયો છે જે ભારત અને વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

નવી દિલ્હી. અભિનેતા અમિતાભ બચ્ચન સાયબર સિક્યોરિટી અંગે લોકોને જાગૃત કરવા માટે શરૂ કરાયેલા અભિયાનમાં જોડાયા છે. I4C દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અમિતાભ બચ્ચને કહ્યું કે સાયબર ગુનાઓની સંખ્યામાં વધારો થયો છે જે ભારતની સાથે સાથે વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

  વધુમાં જણાવ્યું હતું કે I4C સાયબર ક્રાઈમને રોકવા માટે સતત કામ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીના અનુરોધ પર હું પણ આ અભિયાનમાં જોડાયો છું. હું આશા રાખું છું કે આપણે બધા આ સમસ્યા સામે લડવા માટે એક થઈશું. આપણી તકેદારી અને સાવધાની આપણને સાયબર ગુનેગારોથી બચાવી શકે છે. હું તમને સમય સમય પર યાદ અપાવીશ

   તેની શરૂઆત કેન્દ્રીય ગૃહ મંત્રાલયની શાખા ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહે આ અભિયાનમાં ભાગ લેવા બદલ અમિતાભનો આભાર માન્યો હતો. પીએમ મોદીના વિઝનને અપનાવીને, ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત 'સાયબર સ્પેસ' બનાવવા માટે પ્રતિબદ્ધ છે, એમ તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

(12:56 AM IST)