<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

કંગાળ પાકિસ્‍તાનમાં LPG સિલિન્‍ડરની કિંમત ૩૫૩૦: કોમર્શિયલના ૧૩૪૦૦!

જનતા મોંઘવારી સામે ઝઝૂમવા મજબૂર

ઇસ્‍લામાબાદ,તા. ૧૨: પાકિસ્‍તાન આ દિવસોમાં ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. અહીં દરેક વસ્‍તુના ભાવ આસમાને છે. લોટ અને દાળની કિંમત પણ એટલી વધી ગઈ છે કે, સામાન્‍ય માણસ અનાજના એક એક દાણા માટે તરસી રહ્યું છે. હાલમાં પાકિસ્‍તાનમાં રોજબરોજની વસ્‍તુઓના ભાવ એટલા વધી ગયા છે કે,ત્‍યાંના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

પાકિસ્‍તાનમાં લોટ, દાળ, તેલ, ખાંડ, દૂધ અને શાકભાજીના ભાવ આસમાને છે. આ સાથે પાકિસ્‍તાનમાં ગેસના ભાવ પણ આસમાને છે.

ભારતમાં ૧૪ લીટરનો ગેસ સિલિન્‍ડર ૮૦૦થી ૯૦૦ રૂપિયાની વચ્‍ચે વેચાઈ રહ્યો છે. જયારે પાકિસ્‍તાનમાં ૧૨ લીટરનો ગેસ સિલિન્‍ડર ૩૫૩૦ પાકિસ્‍તાની રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

The Price Index.pk ના રિપોર્ટ અનુસાર, ઓગસ્‍ટ ૨૦૨૪માં પાકિસ્‍તાનમાં એક કિલો LPGની કિંમત ૩૦૦ રૂપિયા છે. જયારે ૧૨ કિલોના એલપીજી સિલિન્‍ડરની કિંમત ૩૫૩૦ પાકિસ્‍તાની રૂપિયા છે.

જો પાકિસ્‍તાનમાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતની વાત કરીએ તો, ત્‍યાં કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમત ૧૩,૪૦૦ પાકિસ્‍તાની રૂપિયા છે. જો કે, આ કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરમાં ૪૫.૫ કિલો LPG ગેસ હોય છે.

પાકિસ્‍તાનમાં સ્‍થિતિ એટલી ખરાબ છે કે, ત્‍યાંના કેટલાક વિસ્‍તારોમાં લોકો પાસે લોખંડના ગેસ સિલિન્‍ડર પણ નથી. આ વિસ્‍તારોમાં લોકો પ્‍લાસ્‍ટિકના પાતળા પટલમાં એક કિલો કે બે કિલો ગેસ ભરીને ઘરે લઈ જાય છે. નિષ્‍ણાતોના મતે, આ ખૂબ જ ઘાતક હોઈ શકે છે. થોડી બેદરકારી આવા સિલિન્‍ડરને બોમ્‍બ શેલમાં ફેરવી શકે છે.

(9:36 AM IST)