<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ગુજરાતમાં ચાર વર્ષમાં સૌથી વધુ ૧૨૪ ટકા વરસાદ નોંધાયો

રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સરેરાશ ૧૦૯૩ મીમી (આશરે ૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. વર્ષ ૨૦૨૧માં રાજ્‍યમાં મોસમનો ૯૮.૪૮ ટકા વરસાદ નોંધાયો હતો : જ્‍યાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨.૦૯ ટકા વરસાદ થયો હતો, જ્‍યારે વર્ષ ૨૦૨૩માં ૧૦૮.૧૬ ટકા વરસાદ થયો હતો : કચ્‍છ વિસ્‍તારમાં સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૨૯.૩૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૧૬ ટકા, પૂર્વ મધ્‍યમાં ૧૨૦.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૪૭ ટકા વરસાદ નોંધાયો છે : રાજ્‍યના ૩૩ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૨૫૪ ટકા વરસાદ નોંધાયો છે

નવી દિલ્‍હી, તા.૧૨: છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. બુધવારે સવારે ૬ વાગ્‍યા સુધીમાં સિઝનનો ૧૨૪ ટકા જેટલો વરસાદ થઈ ગયો હતો. છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદના આધારે કચ્‍છ પ્રદેશમાં સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૨૯.૩૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૧૬ ટકા, પૂર્વ મધ્‍યમાં ૧૨૦.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૪૭ ટકા વરસાદ નોંધાયો છે દર વર્ષે ૮૮૩ મીમી વરસાદ પડે છે. તેની સરખામણીમાં, રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સરેરાશ ૧૦૯૩ મીમી (આશરે ૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. વર્ષ ૨૦૨૧માં રાજ્‍યમાં મોસમનો ૯૮.૪૮ ટકા વરસાદ નોંધાયો હતો. જ્‍યાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨.૦૯ ટકા વરસાદ થયો હતો, જ્‍યારે વર્ષ ૨૦૨૩માં ૧૦૮.૧૬ ટકા વરસાદ થયો હતો. આ વર્ષે ઓગસ્‍ટ મહિનામાં સૌથી વધુ ૪૪૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે જુલાઈમાં ૪૨૫ મીમી, જૂનમાં ૧૧૫ મીમી અને સપ્‍ટેમ્‍બર મહિનામાં અત્‍યાર સુધીમાં ૧૧૧ મીમી વરસાદ નોંધાયો છે.

૨૦૧૯ પછી આ -થમ વખત છે કે અમદાવાદ જિલ્લામાં સિઝનમાં સૌથી વધુ વરસાદ પડ્‍યો છે. જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં સિઝનના ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્‍યારે સરેરાશ ૩૦ ઈંચ પાણી પડ્‍યું હતું. વર્ષ ૨૦૨૦માં ૯૬.૮૦ ટકા જેટલો વરસાદ, ૨૦૨૧માં ૭૭.૧૨ ટકા, વર્ષ ૨૦૨૨માં ૮૦ ટકા અને વર્ષ ૨૦૨૩માં ૨૧ ઈંચની સાથે ૭૮ ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે જિલ્લામાં ૯૯.૨૯ ટકા વરસાદ થયો છે.

અમદાવાદ શહેરમાં અત્‍યાર સુધીમાં ૯૨૧ mm (લગભગ ૩૭ ઇંચ) વરસાદ નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો હતો, જેમાં સપ્‍ટેમ્‍બરના ત્રીજા સપ્તાહ સુધીનો ડેટા સામેલ છે.

રાજ્‍યના ૩૩ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૨૫૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્‍યારે સૌથી ઓછું ૮૬.૬૦ ટકા બોટાદ જિલ્લામાં નોંધાયું છે. ૧૦૦ ટકાથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં ભાવનગરમાં ૯૪.૬૦ ટકા, અમરેલીમાં ૯૪.૯૭, ગીરસોમનાથમાં ૯૫.૧૯, સુરેન્‍દ્રનગરમાં ૯૫.૭૮ અને અમદાવાદમાં ૯૯.૨૯ ટકા વરસાદ નોંધાયો છે.

આ વર્ષે ઓગસ્‍ટ મહિનામાં સૌથી વધુ ૪૪૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે જુલાઈ મહિનામાં ૪૨૫ મીમી અને જૂન મહિનામાં ૧૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.

(10:46 AM IST)