૫૦૦ ટોચની ગ્લોબલ કંપનીઓમાથી અંદાજે ૭૦% ભારતમાં બિઝનેસ કરવા ઉત્સુક
૬ વર્ષમાં દેશમાં જીસીસીની આવક ૧૦૦ ટકાથી વધવાની આશા

નવી દિલ્હી તા. ૧૨ : ભારત સ્થિત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એ છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટેકનોલોજીની દ્રષ્ટિને પુનઃઆકાર આપ્યો છે. નાસકોમ અને ઝિનોવ દ્વારા બહાર પાડવામાં આવેલા 'ઇન્ડિયા જીસીસી લેન્ડસ્કેપ રિપોર્ટઃ ધ ૫-યર જર્ની' અનુસાર, ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાંથી ૭૦ ટકા કંપનીઓ ૨૦૩૦ સુધીમાં ભારતમાં તેમની હાજરીનો વિસ્તાર કરશે.
અહેવાલ મુજબ, ૨૦૩૦ સુધીમાં GCCની આવક ૯,૯૦૦ મિલિયન ડોલર (૯૯ બિલિયન ડોલર) થી ૧૦,૫૦૦ મિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જે વર્તમાન ૪,૬૦૦ મિલિયન ડોલર કરતાં ૯-૧૦ ટકાનો વધારો છે. GCC ની સંખ્યા વર્તમાન ૧,૭૦૦ થી વધીને ૨૦૩૦ સુધીમાં ૨,૧૦૦-૨,૨૦૦ થઈ શકે છે.
આ વૃદ્ઘિના મુખ્ય કારણોમાં ભારતમાં વૈશ્વિક ભૂમિકાઓનું વિસ્તરણ, AI સેન્ટર્સ ઓફ એકસેલન્સ એન્જિનિયરિંગ, સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું શામેલ છે. ભારતીય GCC ની સંખ્યા ૬,૫૦૦ થી વધુ છે, જે આગામી છ વર્ષમાં વધીને ૩૦,૦૦૦ થી વધુ થશે.
અહેવાલ એ પણ દર્શાવે છે કે AI ની આગેવાની હેઠળનું પરિવર્તન GCC ના વિકાસને વેગ આપી રહ્યું છે. ભારતમાં AI અને મશીન લર્નિંગ પર કેન્દ્રિત ૫૦૦ થી વધુ કેન્દ્રો છે અને આ GCC અને CoEs માં ૧૨૦,૦૦૦ થી વધુ AI વ્યાવસાયિકો કામ કરે છે.
નાસકોમના ચેરપર્સન સિંધુ ગંગાધરને જણાવ્યું હતું કે, 'જીસીસી ઓપરેટિંગ સેટર્સથી નવીનતા અને વ્યૂહાત્મક વૃદ્ઘિના સાચા એન્જિન બનવામાં ઝડપથી વિકાસ પામ્યા છે. જેમ જેમ તેઓ પરિપકવતા તરફ આગળ વધે છે તેમ, તેઓ વૈશ્વિક કાર્યસૂચિનું નેતૃત્વ કરવા, મહત્વપૂર્ણ સંચાલકીય ભૂમિકાઓ સુરક્ષિત કરવા અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓને આકાર આપવા માટે વધુને વધુ સ્થાન પામે છે. આનાથી ભારત માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટકાઉ બિઝનેસ પ્રેકિટસમાં વૈશ્વિક લીડર બનવાનું પ્લેટફોર્મ ઊભું થશે.'
GCC કેન્દ્રોમાં વૃદ્ઘિને કારણે, પ્રતિભા પૂલ પણ વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, GCCsમાં વર્કફોર્સ વર્તમાન ૧૯ લાખથી વધીને ૨૦૨૩ સુધીમાં ૨૫-૨૮ લાખ સુધી પહોંચવાની શકયતા છે.
ભારતમાં GCC હવે ટાયર-II અને ટાયર-III શહેરોમાં પણ વિસ્તરી રહ્યું છે, જે ૨૦૧૯ થી ૨૦૨૪ની વચ્ચે આવકમાં ૬૦ ટકા વૃદ્ઘિ અને હેડકાઉન્ટમાં ૩૬ ટકા વૃદ્ઘિ તરફ દોરી રહ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
