હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપી,મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં રેડ એલર્ટ :છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
યુપી અને મધ્ય પ્રદેશના આઠ -આઠ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ :ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ રહેશે. પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગાંગેય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ રહેશે.

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ચોમાસું છવાયેલું છે. 15 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 4 રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં રેડ એલર્ટ જાહેર કરવાામાં આવ્યું છે.
ગુજરાતમાં આજે છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, ગાંધીનગર, પાટણ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ રહી શકે છે.
ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મથુરા, આગ્રા, ફર્રુખાબાદ, બિજનોર, મુરાદાબાદ, રામપુર, બરેલી, સહારનપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ છે. સરકાર દ્વારા NDRF-SDRF સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
મધ્ય પ્રદેશના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુના, અશોકનગર, વિદિશા, રાયસેન, નર્મદાપુરમ, સીહોર, ભોપાલમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં આજે આખો દિવસ વરસાદી માહોલ રહેશે. આખી રાત વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ રહેશે. પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગાંગેય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ રહેશે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ વરસાદ પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
