<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અનિલ મહેતાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : શરીર પર અનેક ઈજાઓને કારણે મોત થયું

અનિલ મહેતાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકાની માતા જોયસ બિલ્ડિંગના ફ્લેટમાં હાજર હતી. તે આ જ બિલ્ડિંગમાં રહે છે. બંને રોજ સવારે એકબીજાને મળતાં હતા.

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના આત્મહત્યાના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.મલાઈકાના પિતાએ પોતાના બિલ્ડિંગની બારીમાંથી નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ત્યારે અનિલ મહેતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ સામે આવ્યું છે.

ગત રાત્રિના અનિલ મહેતાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટ અનુસાર શરીર પર અનેક ઈજાઓને કારણે તેમનું મોત થયું છે. જ્યારે અનિલ મહેતાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકાની માતા જોયસ બિલ્ડિંગના ફ્લેટમાં હાજર હતી. તે આ જ બિલ્ડિંગમાં રહે છે. બંને રોજ સવારે એકબીજાને મળતાં હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મલાઈકાના પિતા અનિલ મહેતા બિમાર હતા. જેના કારણે તેઓ પરેશાન રહેતા હતા. આત્મહત્યા કરતાં પહેલા અનિલ અરોરાએ એ દિવસે જ વહેલી સવારે તેમની બંને દીકરીઓ અમૃતા અરોરા અને મલાઈકા અરોરા સાથે ફોનમાં વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું બિમાર છું અને થાકી ગયો છું. જો કે પરિવાર દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી.

જ્યારે મલાઈકાને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પૂણે હતી. તાત્કાલિક તે મુંબઈ પહોંચી હતી. હાલ તે તેના પરિવાર સાથે છે. આખો પરિવાર આ સમાચારમાં ખૂબ જ દુખી છે.

મલાઈકા અરોરા અને તેમના પરિવારે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે અમને જણાવતા ખૂબ દુખ થઈ રહ્યું છે અમારા પ્રિય પિતા અનિલ કુલદીપ મહેતા હવે આ દુનિયામાં રહ્યા નથી. તેઓ એક નમ્ર માણસ, સારા નાના, સારા પતિ અને અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા. અમારો પરિવાર દુખી છે. અમે મીડિયા અને અમારા શુભચિંતકો પાસે પ્રાઈવસીની અપેક્ષા કરીએ છીએ.

(1:28 PM IST)