હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત દુબઈની રાજકુમારી શેખા મહરા અલ મકતુમ ફરી ચર્ચામાં આવી : "ડિવોર્સ પરફ્યુમ" લોન્ચ કરતા ભારે ચર્ચા
. છૂટાછેડા પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે તેના પતિનો અન્ય મહિલાઓ સાથે સમય વિતાવવો તેના માટે અસહ્ય બની ગયો હતો

નવી દિલ્હી તા.૧૨ : દુબઈની રાજકુમારી શેખા મહરા અલ મકતુમ પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આ ઉપરાંત, તે વિવિધ મુદ્દાઓ પર તેના અભિપ્રાય માટે સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર તે સમાચારમાં છે. તેણે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. તેમની આ પ્રોડક્ટ પરફ્યુમની છે. તેણે પોતાની પ્રોડક્ટનું નામ 'ડિવોર્સ પરફ્યુમ' રાખ્યું છે. તમને જણાવી દઈએ કે શેખા મહેરાએ ગયા વર્ષે તેના પતિથી છૂટાછેડા લીધા હતા. આ ઘટના જુલાઈ 2023ની છે.
શેખા મહારા વિશે વાત કરીએ તો, તે દુબઈના મહારાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પુત્રી છે. હાલ તેમની ઉંમર 30 વર્ષની છે. ગયા વર્ષે છૂટાછેડા બાદ તેણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. તે દરમિયાન તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. શેખા મહેરાની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થઈ છે.
ખરેખર, શેખા મેહરાએ ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા. તેના પતિનું નામ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મકતુમ છે. બંનેના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેએ 2023 માં જ લગ્ન કર્યા અને છૂટાછેડા લીધા. લગ્નના થોડા સમય બાદ શેખા મેહરાને સમજાયું કે તેના પતિનો સ્વભાવ પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે. જે બાદ તેઓએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે તેના પતિનો અન્ય મહિલાઓ સાથે સમય વિતાવવો તેના માટે અસહ્ય બની ગયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
