<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જ્યાં તબીબો તાલીમાર્થી તબીબોની હત્યાનો વિરોધ કરી રહ્યા હતા તે જગ્યા કોલકાત્તાની આરજી કોલેજ એન્ડ હોસ્પિટલ પાસેથી શંકાસ્પદ બેગ મળી આવી

બોમ્બ ડિસ્પોઝલ ટીમ તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો : તપાસનો ધમધમાટ

કોલકાતા તા.૧૨ ;  કોલકાતાની આરજી કાર કોલેજ એન્ડ હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ બેગ મળી આવી છે. આ શંકાસ્પદ બેગ તે જ જગ્યાએથી મળી આવી હતી જ્યાં ડોકટરો તાલીમાર્થી તબીબોની હત્યાનો વિરોધ કરી રહ્યા હતા. બેગની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

 આરજી કાર કોલેજમાં શંકાસ્પદ બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.

આ શંકાસ્પદ બોમ્બ પ્રદર્શનકારીઓના વિરોધ મંચ પાસે મળી આવ્યો હતો. પોલીસ એ શોધી રહી છે કે આ બોમ્બ અહીં કોણે મૂક્યો છે. તે જ સમયે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બેગની અંદર શું છે તે શોધી રહી છે.

(4:15 PM IST)