હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાલુ પ્રસાદ યાદવની મુંબઈની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાઈ: બે દિવસ પહેલા જ દાખલ થયા હતા
બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ: 76 વર્ષના લાલુ હૃદય સંબંધિત બિમારીથી પીડિત

બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. લાલુ યાદવ હૃદય સંબંધિત બિમારીથી પીડિત છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્ડિયોલોજિસ્ટ્સે તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી હતી. આ પહેલા લાલુએ સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, જેમાં તેમની પુત્રીએ તેમને કિડની દાનમાં આપી હતી. પોતાની નાજુક તબિયતના કારણે લાલુ યાદવ સતત ડોક્ટરોના સંપર્કમાં રહે છે.
મળતી માહિતી મુજબ લાલુ યાદવને એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળે તેવી શક્યતા છે. 10 સપ્ટેમ્બર, 2024ના રોજ ડૉ. સંતોષ ડોરા અને ડૉ. તિલક સુવર્ણા દ્વારા તેમને એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જીયોપ્લાસ્ટી માટે દાખલ કરવામાં આવ્યા હતા.
એન્જીયોપ્લાસ્ટી એ એક સર્જિકલ પ્રક્રિયા છે જેમાં હૃદયના સ્નાયુઓને રક્ત પ્રવાહ પ્રદાન કરતી ધમનીઓ (કોરોનરી ધમનીઓ) ખોલવામાં આવે છે. હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી સમસ્યાઓ પછી ડૉક્ટરો ઘણીવાર એન્જિયોપ્લાસ્ટીની ભલામણ કરે છે.
નિષ્ણાતો કહે છે કે, જેટલી વહેલી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવે તેટલું હૃદય બંધ થવાનું જોખમ ઓછું થાય છે. જો દર્દીને હૃદયમાં દુખાવો થતો હોય, તો તેણે એક કલાકની અંદર એન્જીયોપ્લાસ્ટી કરાવવી જોઈએ, જેનાથી મૃત્યુનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે
એન્જીયોપ્લાસ્ટી સામાન્ય રીતે ત્રણ રીતે કરવામાં આવે છે. બલૂન એન્જીયોપ્લાસ્ટી, લેસર એન્જીયોપ્લાસ્ટી અને એથેરેક્ટોમી એન્જીયોપ્લાસ્ટી.
1. બલૂન એન્જીયોપ્લાસ્ટી: આમાં, હાથ અથવા જાંઘની નજીક એક નાનો ચીરો કરીને અવરોધિત ધમનીમાં એક પાતળી નળી (કેથેટર) દાખલ કરવામાં આવે છે. એક્સ-રે અથવા વિડિયોની મદદથી આનું નિરીક્ષણ કરવામાં આવે છે.
2.લેસર એન્જીયોપ્લાસ્ટી: આમાં, કેથેટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ લેસરનો ઉપયોગ બ્લોકને દૂર કરવા માટે થાય છે.
3. એથેરેક્ટોમી એન્જીયોપ્લાસ્ટી: આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે બલૂન અથવા લેસર એન્જીયોપ્લાસ્ટી દ્વારા સખત તકતી દૂર કરી શકાતી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
