<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શને : સંતોના આશીર્વાદ મેળવ્યા

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરી : સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી

રાજકોટ તા.૧૨

     સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે  ICCના  સૌથી યુવા ચેરમેન તરીકે  નિયુક્ત થયાબાદ પહેલીવાર  જય શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી હતી.

      અહીં તેઓએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી  કરી હતી. આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ  મેળવી અને ધન્યતા અનુભવી હતી.

(9:45 PM IST)