<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મદદ કરનાર DIG અશોક શુક્લા સામે તપાસના આદેશ

રામપુરના એસપી રહીને અશોક શુક્લાએ તેમને એક કેસમાં બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અશોક શુક્લા હાલમાં CBCIDના DIG છે

 નવી દિલ્હી :  સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે. તેમને મદદ કરવા બદલ ડીઆઈજી અશોક શુક્લા સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોપ છે કે રામપુરના એસપી રહીને અશોક શુક્લાએ તેમને એક કેસમાં બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અશોક શુક્લા હાલમાં CBCIDના DIG છે. તપાસની જવાબદારી અલીગઢના કમિશનર ચૈત્ર વી અને વિજિલન્સ વિભાગના આઈજી મંઝીલ સૈનીને આપવામાં આવી છે.

(9:55 PM IST)