<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ઈતિહાસમાં પહેલી વખત:ધરતીથી 737 કી,મી,ઉપર અંતરિક્ષમાં નાગરિકોએ કર્યું સ્પેસવોક: જુઓ વિડિઓ

નવા એડવાન્સ પ્રેશરાઈઝ્ડ સૂટમાં મિશન કમાન્ડર ઝારેડ આઈસેકમેને પહેલા સ્પેસવોક કર્યું.

નવી દિલ્હી :SpaceXના પોલેરિસ ડૉન મિશનનો નવો રેકોર્ડ બન્યો છે. પહેલી વખત પૃથ્વીથી 737 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં સામાન્ય નાગરિકોએ સ્પેસવોક કર્યું છે. એપોલો મિશન પૂરાં થયાને 50 વર્ષ બાદ આવું અનોખું કામ કરાયું છે. નવા એડવાન્સ પ્રેશરાઈઝ્ડ સૂટમાં મિશન કમાન્ડર ઝારેડ આઈસેકમેને પહેલા સ્પેસવોક કર્યું.

પોલેરિસ ડોન મિશનમાં ચાર લોકો અંતરિક્ષમાં ડ્રેગન ક્રૂ કેપ્સૂલમાં ગયા છે. આ યાત્રિકના નામ છે- કમાન્ડર ઝારેડ આઈસેકમેન, પાયલટ સ્કોટ કિડ પોટીટ, મિશન સ્પેશિયાલિસ્ટ સારાહ ગિલિસ અને અન્ના મેનન. આઈસેકમેન આંત્રપ્રેન્યર રિચ છે. તે આ મિશનનું ફંડિંગ પણ કરી રહ્યાં છે.

પોટીટ અમેરિકી વાયુસેનાના પૂર્વ લેફટનન્ટ કર્નલ છે. ગિલિસ અને મેનન બંને જ સ્પેસએક્સના એન્જિનિયર્સ છે. આઈસેકમેન અને ગિલિસે પહેલી વખત સ્પેસવોક કર્યું. આ સમયે ડ્રેગન કેપ્સૂલની ઉંચાઈ લગભગ 737 કિલોમીટર હતી. એપોલો કાળ પછી અત્યાર સુધીનું આ સૌથી ઉંચું કૂ મિશન છે. એટલા માટે કેમકે આ મિશન 1400 કિલોમીટર ઉંચાઈ સુધી ગયું. પોટીટ, ગિલિસ અને મેનન પહેલી વખત અંતરિક્ષમાં ગયા છે. આઈસેકમેન વર્ષ 2021ના સપ્ટેમ્બરમાં થયેલા ઈન્સ્પીરેશન 4 મિશનમાં અંતરિક્ષ ગયા હતા.


પોલેરિસ ડૉન મિશનનું લોન્ચિંગ 26 ઓગસ્ટે થવાનું હતું. જો કે પ્રી-ફ્લાઈટ ચેકઅપ કંઈક ગરબડ જોવા મળતા તેને ટાળી દેવાયું હતું. જે બાદ 27 ઓગસ્ટે લોન્ચિંગ હીલિયમ લીક થવાને કારણે બીજી વખત લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. 28મી ઓગસ્ટે પણ પ્લાન બનાવ્યો હતો પરંતુ હવામાને સાથ આપ્યો ન હતો. SpaceXએ પોતાના X હેન્ડલ પર લખ્યું હતું કે ડ્રેગન સ્પેસક્રાફ્ટ ફ્લોરિડાની આજુબાજુ સમુદ્રમાં જ્યાં પડશે ત્યાં હવામાન યોગ્ય નથી. તેથી લોન્ચિંગ ટાળી દેવાયું છે. SpaceXએ 10 સપ્ટેમ્બર 2024નાં રોજ પોલેરિસ ડૉનને લોન્ચ કર્યું હતું. લોન્ચિંગ કેપ કેનવરલથી કરાઈ જેમાં ફૉલ્કન-9 રોકેટની મદદ લેવાઈ.

(12:38 AM IST)