ECBએ વ્યાજ દર ઘટાડતા વિશ્વ બજારોમાં સોનાના ભાવે ઈતિહાસ રચ્યો: કાલે ભારતમાં આગઝરતી તેજી જોવાશે
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2540 ડોલરની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીને કુદાવી ગયા અને 2551 ડોલરની સપાટી પર ક્વોટ થયા:સોનાના ભાવ આશરે 40 ડોલર એટલે કે 1.56 ટકા વધ્યા

નવી દિલ્હી :યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ECB)દ્વારા તેના ચાવીરૂપ વ્યાજદરોમાં ઘટાડો કર્યાં બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2540 ડોલરની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીને કુદાવી ગયા છે અને 2551 ડોલરની સપાટી પર ક્વોટ થયા છે.
ચાંદીમાં તો સોના કરતાં વધારે તેજીનું તોફાન જોવા મળ્યું છે. સોનાના ભાવમાં આશરે 40 ડોલર એટલે કે 1.56 ટકા વધ્યા છે તો ચાંદી ઔંસદીઠ 1.09 ડોલર એટલે કે 3.78 ટકા ઉછળી 29.76 ડોલર થઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જે પ્રકારે મોડી રાત્રે તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે તેને જોતા ભારતીય બુલિયન માર્કેટમાં શુક્રવારે આગ ઝરતી તેજી જોવા મળી શકે છે.
ભારતમાં સોનાના ભાવ નવો ઈતિહાસ રચી શકે છે તો ચાંદીમાં પણ ઓછામાં ઓછા રૂપિયા 2,000થી 2,500 સુધીની તેજી આવી શકે છે. જ્યારે સોનામાં પણ ઓછામાં ઓછા 1,000થી 1,500 રૂપિયાનો ઉછાળો આવી શકે છે.
ECB દ્વારા માર્જીનલ લેન્ડિંગ રેટમાં 0.6 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ઘટાડા બાદ આ દર 4.25 ટકાથી ઘટીને 3.65 ટકા થઈ ગયા છે.
આ સાથે ડિપોઝીટ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેને પગલે ડિપોઝીટ દર 3.75 ટકાથી ઘટીને 3.5 ટકા થઈ ગયા છે. તેને પગલે કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
