<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

પતિનું મૃત્‍યુ થયું એટલે પત્‍નીએ પણ દેહ છોડયો, એક જ ચિતા પર અગ્નિસંસ્‍કાર

ભોપાલ,તા. ૨૩: મધ્‍યપ્રદેશના છત્તરપુરમાં કૌતુક થાય એવી હૃદયદ્રાવક ઘટના બની છે. ભદેસર ગામના ૮૫ વર્ષના તતુરા રાજપૂતનું સોમવારે બપોરે કુદરતી મૃત્‍યુ થયું હતું. પથારીમાં અવાક થઈને સૂતેલા પતિને જોઈને વિકલાંગ પત્‍ની ૮૦ વર્ષનાં જમનીબાઈએ તેમને ઢંઢોળ્‍યા. થોડી વારે તેમને ખબર પડી કે પતિ મૃત્‍યુ પામ્‍યા છે. જમનીબાઈ આ આઘાત જીરવી શક્‍યાં નહીં અને ત્‍યાં જ જમીન પર ફસડાઈ પડ્‍યાં અને મૃત્‍યુ પામ્‍યાં. ગામ આખામાં વાત પ્રસરી ગઈ અને લોકો એકઠા થયા. પરિવારના સભ્‍ય જોધનસિંહ રાજપૂતે કહ્યું કે જમનીબાઈને પતિ સાથે સતી થવાની ઇચ્‍છા હતી. સંતાનોને કહેતાં પણ હતાં કે મારું મોત ન આવે તો તમે લોકો મને સતી કરી દેજો. તેમની આ ઇચ્‍છાને માન આપીને લોકોએ વૃદ્ધ દંપતીને એક જ ચિતા પર અગ્નિદાહ આપ્‍યો હતો.

(9:59 AM IST)