<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

૧૩ મહિનામાં ૩ લગ્ન, ઉપરથી ૧ બોયફ્રેન્‍ડઃ સુહાગરાત યાદગાર બનાવતીઃ બાદમાં કરતી મોટો કાંડ

લુટેરી દુલ્‍હનની ટોળકીનો ભાંડાફોડ ....મધ્‍ય પ્રદેશના ઈન્‍દોરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી

ઈન્‍દોર,તા. ૧૩: મધ્‍ય પ્રદેશના ઈન્‍દોરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પણ પોલીસને એક લુટેરી દુલ્‍હનની ટોળકીનો ભાંડાફોડ થયો છે. પોલીસે આ કેસમાં ૩ મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. જે તમામ ઈન્‍દોરના રહેવાસી છે.

હકીકતમાં જોઈએ તો, ઈન્‍દોર સહિત મુંબઈ, રાજસ્‍થાન સહિત અન્‍ય રાજયમાં લુટેરી દુલ્‍હને આતંક મચાવ્‍યો છે. તો વળી આ લુટેરી દુલ્‍હને ૧૩ મહિનામાં ૩ રાજયોમાં ૩ લગ્ન કરી વરરાજાને લાખોનો ચૂનો લગાવી ચૂકી છે. જોકે હવે પોલીસે આ ટોળકીની ધરપકડ કરી લીધી છે.

પહેલા પતિને ઈન્‍દોરમાં ઘરજમાઈ બનાવીને રાખ્‍યો. બીજા અને ત્રીજા પતિના ઘરે ફક્‍ત ત્રણ જ દિવસ રોકાઈ. એક સાથે લગ્નનો સંબંધ કરાવાના નામ પર રૂપિયા પડાવી લીધા, અને ત્રીજા પાસેથી સારવાર કરાવાના નામ પર લાખો રૂપિયા લઈ લીધા. બધા પાસેથી એક વાર રૂપિયા લઈ લીધા પછી ક્‍યારેય પાછી જતી નથી. આ ત્રણ પતિ ઉપરાંત તેને એક બોયફ્રેન્‍ડ પણ હતો.

તેના બોયફ્રેન્‍ડે જણાવ્‍યું કે, તે આ સાંભળીને ચોંકી ગયો હતો. તેણે કહ્યું કે, લગ્ન કરીને તમારી સાથે તેણે છેતરપિંડી કરી છે. આ સમગ્ર કેસ ઈન્‍દોર ક્રાઈમ બ્રાન્‍ચ પાસે છે. જયાં ફરિયાદની ફરિયાદના આધારે લુટેરી દુલ્‍હન, તેની ત્રણ મહિલા સાથે અને પુરુષની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા છે. પોલીસ રિમાન્‍ડમાં લીધા છે. જયાં લુટેરી દુલ્‍હનના કેટલાય કાંડનો ખુલાસો થવાની આશા છે.

એક પોલીસ અધિકારીએ તપાસમાં અન્‍ય કેસ ખુલવાની સંભાવના વ્‍યક્‍ત કરી છે. હવે આગળની કાર્યવાહી થઈ રહી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, નકલી લગ્ન કરીને પુરુષોને લૂંટવાના આરોપમાં મંગળવારે ત્રણ મહિલા તથા એક પુરુષની ધરપકડ કરી છે. ધરપકડ આરોપીઓમાં વર્ષા (૨૭), રેખા શર્મા (૪૦), સુનીતા ઉર્ફ બસંતી (૪૫) અને વિજય કટારિયા (૫૫) સામેલ છે. આ ચારેય ઈન્‍દોરના રહેવાસી છે. કથિત રીતે વર્ષાના લગ્ન કરાવ્‍યા હતા. જેમાં એક મહારાષ્ટ્ર અને બીજા રાજસ્‍થાનમાં કરાવ્‍યા હતા. દરેક વખતે તે વરરાજાને ત્‍યાંથી ઘરેણાં અને રૂપિયા લઈને ફરાર થઈ જતી હતી.

વર્ષા દુલ્‍હન બનતી હતી અને રેખા, સુનીતા તથા વિજય દુલ્‍હનના પરિવાર તરીકે ઓળખ આપતા હતા. બાદમાં વર્ષાના લગ્ન કરાવતા હતા. આ તમામ મળીને લોકો પાસેથી ઘરેણાં અને રૂપિયા લઈ લેતા હતા.

(10:00 AM IST)