તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
મિસ સ્વિટ્ઝર્લૅન્ડની ફાઇનલિસ્ટ યુવતીનું પતિએ ગળું દબાવી મારી નાખી અને તેના શરીરને બ્લેન્ડરમાં નાખી પીસી નાખ્યૂં: ભયાનક અરેરાટી સર્જતો બનાવ: મહિનાઓથી લગ્નજીવન તનાવપૂર્ણ હતું

ક્રિસ્ટીના જોક્સીમોવિક નામની ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લૅન્ડ ફાઇનલિસ્ટ, યુવતીની સ્વિટ્ઝર્લૅન્ડના બિનિંગેનમાં તેના પતિ દ્વારા નિર્દયતાથી હતી ક્રૂર હત્યા કરવામાં આવી છે.
૩૮ વર્ષની ક્રિસ્ટીનાનું તેના જીવનસાથી દ્વારા ગળું દબાવી મારી નાખી, તેના ટુકડા કરવામાં આવ્યા હતા, અને શરીરના ભાગોને બ્લેન્ડરમાં "પીસી" નાખી, એસિડમાં ઓગાળી ગુનો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ભયાનક અપરાધ ફેબ્રુઆરીમાં પ્રકાશમાં આવ્યો જ્યારે જોક્સીમોવિકનું ખંડિત શરીર મળી આવેલ. સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી, ઝડપથી તારણ કાઢ્યું કે તેણીને વિકૃત રીતે પીસી નાખતા પહેલા પહેલા તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. તેના પતિ, જેને મીડિયામાં "થોમસ" તરીકે ઓળખવામાં આવે છે, તેણે હત્યાની કબૂલાત કરી છે.
સ્વિસ મીડિયા આઉટલેટ એફએમઆઈ ટુડેએ અહેવાલ આપ્યો છે કે થોમસે જીગ્સૉ, છરી અને બગીચાની મોટી કાતરનો ઉપયોગ કરીને તેની પત્નીના શરીરના ટુકડા કર્યા હતા. પછીથી, તેણે અવશેષોને "એકરસ" કરવા અને રાસાયણિક દ્રાવણમાં ભાગો ઓગળવા માટે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો. અધિકારીઓ ગુનાની ભયાનકતા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
પતિ થોમસે આરોપ લગાવ્યો કે ક્રિસ્ટિનાએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જો કે, તબીબી અહેવાલો તેમના નિવેદનથી વિરોધાભાસી છે. એક શબ પરીક્ષણમાં તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા તે બાબતનો ખુલાસો થયો હતો, આથી પતિની આત્મરક્ષણની અરજી પર શંકા ઊભી કરી હતી.
ક્રિસ્ટિના અને થોમસે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા અને એક વિશાળ ઘરમાં હર્યુંભર્યું જીવન જીવતા દેખાયા હતા. દંપતીએ તેમની મુસાફરીના ફોટા શેર કર્યા હતા, જેમાં ક્રિસ્ટિનાએ દુ:ખદ ઘટનાના ચાર અઠવાડિયા પહેલા તેમના તાજેતરના રજાના ચિત્રો પોસ્ટ કર્યા હતા. જો કે, દંપતીના એક મિત્રના જણાવ્યા અનુસાર, બંનેનું લગ્નજીવન છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ જ તનાવ પૂર્ણ હતું.
અહેવાલો સૂચવે છે કે ભૂતકાળમાં ઘરેલુ હિંસાને કારણે પોલીસને તેમના ઘરે બોલાવવામાં આવી હતી, જે દર્શાવે છે કે દંપતીનો સંબંધ પડદા પાછળ જુદો જ હતો.
ક્રિસ્ટિનાનો મૃતદેહ તૃતીય પક્ષ દ્વારા મળી આવ્યો હતો અને બીજા દિવસે થોમસની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓ આ ભયાનક અપરાધ તરફ દોરી ગયેલી ઘટનાઓના તાણાવાણા મેળવી રહેલ છે.
આ કિસ્સાએ સ્વિટ્ઝર્લૅન્ડને આંચકો આપ્યો છે, ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે છે કે એક સમયે સુખી લગ્નજીવનમાં એવું તે શું ખોટું થયું હતું કે અતી ક્રૂર હત્યા સુધી બાબત પહોંચી.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
