<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ભાઇ અજિતભાઇ...હું પીએમ મોદીને મળવા માંગુ છું... મંત્રણા કરવી છે

મિત્ર હો તો પુટિન જૈસા વરના ન હો... મોસ્‍કોમાં અજિત ડોભાલ મળ્‍યા પુટિનને પોતાની લાગણી દર્શાવી : અજિત ડોભાલે પુટિનને આપ્‍યો મોદીનો સંદેશ : પુટિન થયા લાગણીવશ : મોદીને આપ્‍યું આમંત્રણ : અંગત મિત્ર ગણાવ્‍યા

નવી દિલ્‍હી, તા.૧૩: ભારત અને રશિયાની મિત્રતાથી દુનિયા વાકેફ છે. જ્‍યારે યુક્રેન યુદ્ધમાં શાંતિનો માર્ગ શોધવાની વાત આવી ત્‍યારે રશિયાએ હજુ પણ તેના ખાસ મિત્ર ભારતને યાદ કર્યું. રશિયા અને ભારતની મિત્રતા કેટલી મજબૂત છે તેનો પુરાવો ગુરુવારે મોસ્‍કોમાં પણ જોવા મળ્‍યો. પુતિને ખુદ મોદીના દૂત અજીત ડોભાલને પોતાની સામે બેસાડ્‍યા. પુતિને અજીત ડોભાલ દ્વારા માત્ર મોદીનો સંદેશો જ ન ભણ્‍યા, પરંતુ તેમણે તેમની લાગણીઓ પણ વ્‍યક્‍ત કરી. પુતિનને ફરી એકવાર કહ્યું કે હું મિત્ર મોદીની રાહ જોવ છું. તેમણે અજીત ડોભાલ દ્વારા પીએમ મોદીને પોતાનો સંદેશ મોકલ્‍યો છે. રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિને આગામી મહિને રશિયામાં યોજાનારી બ્રિક્‍સ સંમેલન માટે પીએમ મોદીને વ્‍યક્‍તિગત રીતે આમંત્રણ આપ્‍યું છે અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાથે અલગ દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્‍તાવ મૂકયો છે.

અજીત ડોભાલ બ્રિક્‍સ NSA સમિટ માટે રશિયા ગયા છે. પુતિને ગુરુવારે અજીત ડોભાલ સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ દરમિયાન પુતિને પોતાનો પ્રસ્‍તાવ મૂકયો હતો. તેમણે અજિત ડોભાલને કહ્યું કે તેઓ બ્રિક્‍સ સમિટની સાથે જ પીએમ મોદીને મળવા અને વાત કરવા માંગે છે. તેમણે પીએમ મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્‍યા અને તેમની શુભેચ્‍છાઓ મોકલી. પુતિને સેન્‍ટ પીટર્સબર્ગમાં અજીત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન આ પ્રસ્‍તાવ મૂકયો હતો.

વ્‍લાદિમીર પુતિને અજિત ડોભાલને કહ્યું, હું ૨૨ ઓક્‍ટોબરે પીએમ મોદી સાથે બીજી મુલાકાત કરવાનો પ્રસ્‍તાવ મૂકું છું. ડોભાલ ભાઈ, કળપા કરીને પીએમ મોદીને અમારા ઉષ્‍માભર્યા આદર અને શુભેચ્‍છાઓ પાઠવો. તે અમારા ખૂબ સારા મિત્ર છે. આ દરમિયાન અજીત ડોભાલે પીએમ મોદીનો સંદેશ પણ પુતિન સુધી પહોંચાડ્‍યો. NSA ડોભાલે પુતિનને PM મોદીની કિવની મુલાકાત દરમિયાન યુક્રેનના રાષ્‍ટ્રપતિ ઝેલેન્‍સકી સાથેની બેઠક અને વાતચીત વિશે માહિતી આપી હતી.

અજિત ડોભાલે પુતિનને કહ્યું, જેમ કે વડાપ્રધાન મોદીએ તેમની ટેલિફોન વાતચીત દરમિયાન તમને કહ્યું હતું કે, તેઓ તમને તેમની યુક્રેનની મુલાકાત અને રાષ્‍ટ્રપતિ ઝેલેન્‍સકી સાથેની તેમની મુલાકાત વિશે જણાવવા આતુર છે. તેઓ (વડાપ્રધાન મોદી) ઇચ્‍છતા હતા કે સેન્‍ટ પીટર્સબર્ગમાં બ્રિક્‍સ (બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા) દેશોના રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકારોની કોન્‍ફરન્‍સ દરમિયાન હું અંગત રીતે આવીને તમને આ વાતચીત વિશે માહિતી આપું. પુતિન-ડોવલની બેઠક મોદી યુક્રેનની રાજધાની કિવની મુલાકાતે ગયા અને રાષ્‍ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્‍સ્‍કી સાથે વાતચીત કર્યાના લગભગ ત્રણ અઠવાડિયા પછી આવી.

બ્રિક્‍સ સમિટ રશિયાના કઝાન શહેરમાં ૨૨પ્ર૨૪ ઓક્‍ટોબરે યોજાશે. વડાપ્રધાન મોદી આ સમિટમાં ભાગ લઈ શકે છે. આ પહેલા પીએમ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા. રશિયન મીડિયા અનુસાર, અજીત ડોભાલ સાથેની મુલાકાતમાં પુતિને કહ્યું, અમે અમારા સારા મિત્ર મોદીની રાહ જોઈ રહ્યા છીએ અને તેમને શુભેચ્‍છા પાઠવીએ છીએ. તેમજ પીએમ મોદીનો શાંતિ સમજૂતી અંગેનો સંદેશ પુતિન સમક્ષ મુકવામાં આવ્‍યો છે. અજિત ડોભાલ અને પુતિન વચ્‍ચેની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે પુતિન કોઈપણ NSA સાથે ઘણી વાર વન ટુ વન વાત કરતા નથી.

(11:01 AM IST)