તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
સોનામાં ૧૩૦૦-ચાંદીમાં ૪૦૦૦ રૂા.નો ઉછાળો
સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ વધીને ૭૫૩૦૦ રૂા.અને ચાંદીના ભાવ ૮૮૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૩: બુલીયન માર્કેટમાં ઘણા સમયથી સોના-ચાંદીના ભાવો સ્થિર રહયા બાદ આજે અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. સોનાનામાં ૧૩૦૦ રૂા. અને ચાંદીમાં ૪૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં ૧૩૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭૪૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર વાગ્યે ૭પ૩૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૧૩૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનાના બિસ્કીટ(૧૦૦ ગ્રામ)નો ભાવ ૭,૪૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૭,પ૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૪૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૮૪૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૮૮૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ભાવોમાં સાંકળી વધઘટ હતી. આજે ફરી બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો થયો હતો.(
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
