<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ચૂંટણી ભલે હોય : પ્રવાસીઓનો પ્રવાહ

પૃથ્‍વી પરના સ્‍વર્ગનો આનંદ લેવા ઉત્‍સાહ દર્શાવતા પર્યટકો

જમ્‍મુ, તા.૧૩: એ સત્‍ય છે કે કાશ્‍મીરમાં અત્‍યારે ચુંટણીના વાતાવરણમાં કયાંકને કયાંક જોખમની ગંધ આવી રહી છે પણ કાશ્‍મીર આવનારા પર્યટકો માટે આ જોખમ કે ચુંટણી કોઇ અસર નથી કરતા.

બધાનો એક જ મંત્ર છે. ચુંટણીને ભૂલી જાઓ કાશ્‍મીરમાં સપ્‍ટેમ્‍બર અને ઓકટોબરના પર્યટકોના બુકીંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જુલાઇ અને ઓગષ્‍ટ ઘટાડા પછી ફરી એકવાર પર્યટકોની સંખ્‍યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ટ્રાવેલ એજન્‍ટોએ કહ્યું કે ગયા મહિનાની સરખામણીમાં પર્યટકોની સંખ્‍યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. ટ્રાવેલ એજન્‍ટ નિસાર અહમદ ભટ્ટ અનુસાર, ગયા મહિનાની સરખામણીમાં પર્યટકોની આવકમાં વધારો થયો છે. અત્‍યારે અહીં દક્ષિણ ભારતના રાજયો, મહારાષ્‍ટ્ર અને ગુજરાતથી પર્યટકો આવે છે.

તેનુ માનવુ છે કે, ચુંટણીની અત્‍યાર સુધી કોઇ અસર નથી દેખાઇ. સપ્‍ટેમ્‍બર અને ઓકટોબર માટે પર્યટકોની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.

કાશ્‍મીર ટ્રાવેલ એજનટ એસોસીએશનના પ્રમુખ રઉફ અહમદ  ટ્રબુએ કહ્યું કે ભય હતો કે ચુંટણી દરમ્‍યાન પ્રવાસીઓની સંખ્‍યામાં નોંધપાત્ર ઘટાડો થશે પણ એવુ થયુ નથી. આ ચુંટણીમાં પર્યટન ક્ષેત્ર સૌથી ઓછું પણ એવુ થયુ નથીો. આ ચુંટણીમાં પર્યટન ક્ષેત્ર સૌથી ઓછુ અસરગ્રસત થયુ છે.

પર્યટન વિભાગના એક અધિકારીએ કહ્યું કે ઓકટોબર અને નવેમ્‍બરમાં પર્યટકોની સંખ્‍યા વધુ વધવાની આશા છે. તેમના અનુસાર, અમને આ વર્ષે રેકોર્ડબ્રેક સંખ્‍યાની આશા છે

(3:05 PM IST)