તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 13th September 2024
૧૭૭ દિવસ બાદ જેલમાંથી બહાર આવશે કેજરીવાલ : CM કાર્યાલય જઇ નહિ શકે : સરકારી ફાઇલ મંજુર કરી નહિ શકે
સુપ્રિમ કોર્ટે આપ્યા શરતી જામીન : કુલ ૬ શરતોનું પાલન કરવું પડશે

નવી દિલ્હી તા. ૧૩ : દારૂ કૌભાંડમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. આજે ૧૭૭ દિવસ બાદ સુપ્રીમ કોર્ટે તેમને જેલમાંથી બહાર આવવાનો રસ્તો આપ્યો છે. જો કે કેજરીવાલને ૫ ઓગસ્ટે ED કેસમાં જામીન મળી ગયા હતા, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે CBI કેસમાં પણ તેમને જામીન આપી દીધા છે. તેને ૧૦ લાખ રૂપિયાના બોન્ડ ચૂકવવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેના જામીન માટે કુલ ૬ અલગ-અલગ શરતો પણ રાખી છે.
એલજીની સંમતિ વિના કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય કે દિલ્હી સચિવાલયમાં જઈ શકતા નથી. એલજીની સંમતિ વિના કોઈપણ સરકારી ફાઇલો પર સહી કરી શકતા નથી.
કેજરીવાલ આ મામલે જાહેર મંચ પરથી નિવેદન આપી શકે નહીં. તે આ કેસ સાથે સંબંધિત કોઈ સાક્ષી સાથે ન તો સંપર્ક કરશે કે ન તો વાત કરશે.
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસની સુનાવણી થઈ. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. આ મામલે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, ‘તત્કાલિન ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી'. તે જ સમયે, જસ્ટિસ ભૂયને કેજરીવાલની ધરપકડ પર કહ્યું, ‘ઇડી કેસમાં કેજરીવાલની મુક્તિ સમયે ધરપકડ કરવાની સીબીઆઈની ઉતાવળ સમજની બહાર છે, જયારે તેણે ૨૨ મહિના સુધી આવું કોઈ પગલું નથી લીધું.'
દારૂ નીતિ કેસ સંબંધિત ત્રણ અન્ય હાઇ-પ્રોફાઇલ જામીન સુનાવણીમાં આપવામાં આવેલા નિર્ણયોને આધાર તરીકે લેવામાં આવ્યા હતા. આ પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, AAPના રાજયસભા સાંસદ સંજય સિંહ અને તેલંગાણાની BRS પાર્ટી અને પૂર્વ સીએમ કેસીઆર રાવની પુત્રી કે. કવિતાને જામીન મળ્યા હતા. જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘PMLA મની લોન્ડરિંગ કેસમાં પણ જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.'
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
