<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

હવે આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ 'શ્રી વિજયપુરમ' તરીકે ઓળખાશે : કેન્દ્ર સરકારે નામ બદલ્યું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કરી જાહેરાત

શ્રી શાહે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'દેશને ગુલામીના પ્રતીકોમાંથી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેરનું નામ 'શ્રી વિજયપુરમ' રાખવાનો નિર્ણય કર્યો'

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ રાખ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે.

એક્સમાં એક પોસ્ટ દ્વારા આ માહિતી આપતા અમિત શાહે લખ્યું છે કે, 'દેશને ગુલામીના તમામ પ્રતીકોથી મુક્ત કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને આજે ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કરવાનો નિર્ણય લીધો છે. નક્કી કર્યું છે. 'શ્રી વિજયપુરમ' નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે.

ગૃહમંત્રીએ વધુમાં લખ્યું કે આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. ચોલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે. આ ટાપુ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ત્રિરંગો લહેરાવ્યાથી લઈને સેલ્યુલર જેલમાં વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ભારત માતાની આઝાદી માટેના સંઘર્ષ સુધીનું સ્થળ પણ છે.

 

(5:45 PM IST)