તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Friday, 13th September 2024
કોલેજમાં ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકોને લઈને મોટો નિર્ણય : સરકારે પગારમાં 30 ટકા વધારો આપીને રૂપિયા 52 હજાર કર્યા
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ અનુદાનિત કોલેજોના અધ્યાપકોને લઈ મોટી જાહેરાત કરી

માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં માન. શિક્ષણ મંત્રી શ્રી @irushikeshpatel જીના માર્ગદર્શન હેઠળ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને ૩૦% જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે.
— Praful Pansheriya (@prafulpbjp) September 13, 2024
❇️ હવેથી અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજરત… pic.twitter.com/8dDbcN95GJ
ગાંધીનગર : રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ અનુદાનિત કોલેજોના અધ્યાપકોને લઈ મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરી જાણકારી આપી છે કે, ફિક્સ પગારના અધ્યાપકોના પગારમાં 30 ટકાનો વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અધ્યાપકોને 30 ટકા વધારો આપી રૂપિયા 52 હજાર કરવામાં આવ્યો છે તેમજ રાજ્ય સરકાર દ્વારા ઠરાવની તારીખથી લાભ આપશે
મંત્રી પ્રફૂલ પાનશેરીયા ટ્વીટ કરી જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને 30% જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજરત અધ્યાપક સહાયકોને માસિક રૂ.52,000 મળશે.
થોડા દિવસ અગાઉ મહેસાણા જીલ્લાનાં કડીનાં રાજપુર ખાતે આવેલ શારદા કોલેજ ઓફ એજ્યુંકેશનનુંમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ ગંભીર બેદરકારી સામે આવી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે કોલેજનું જોડાણ રદ્દ કરવા હુકમ કર્યો હતો. ત્યારે સ્થળ વિઝીટ દરમ્યાન ગંભીર બેદરકારી સામે આવી હતી.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
