તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ચાર બાળકોની માતા તેના પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં મળી: લોકોએ ચંપલના હાર પહેરાવી આખા ગામમાં ફેરવી
મહિલાનો પ્રેમી તેના ઘરે આવ્યો ત્યારે ગામના લોકોએ બંનેને બેડરૂમમાં રંગે હાથે પકડી લીધા

ઝારખંડના સાહિબગંજ જિલ્લામના એક ગામમાં ચાર બાળકોની માતા એક યુવક સાથે વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ હતી. આ પછી ગામલોકો બંનેને રસ્તા પર ખેંચી ગયા અને ચંપલનો હાર પહેરાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટના મિર્ઝાચોકી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. 40 વર્ષીય પરિણીત મહિલાને તે જ ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. મહિલાને ચાર બાળકો છે અને તેનો પતિ અન્ય રાજ્યમાં નોકરી કરે છે. મહિલા તેના પ્રેમીને ચોરીછૂપીથી મળતી હતી, પરંતુ ગામલોકોને તેની જાણ થઈ ગઈ. એક દિવસ જ્યારે મહિલાનો પ્રેમી તેના ઘરે આવ્યો ત્યારે ગામના લોકોએ બંનેને બેડરૂમમાં રંગે હાથે પકડી લીધા. આ પછી, તેઓને મારવામાં આવ્યા હતા અને ચંપલના હાર પહેરાવીને ગામની આસપાસ પરેડ કરવામાં આવી હતી.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સાહિબગંજ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આરોપી ગ્રામજનોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. આ મામલામાં 15 થી 20 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે હાલ આરોપીને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે.
સાહિબગંજ જિલ્લાના એસપી અમિત કુમાર સિંહે કહ્યું કે મિર્ઝાચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક અને એક પરિણીત મહિલાનું અપમાન કરવાનો મામલો સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની તપાસ માટે એસડીપીઓ સાહિબગંજના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
