તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
રમતગમત મંત્રી મનસુખભાઈઓ માંડવિયાએ નિવૃત્ત ખેલાડીઓને RESET પ્રોગ્રામ માટે અરજી કરવા હાકલ કરી
ડૉ. માંડવિયાએ કહ્યું aki કે, RESET પ્રોગ્રામ દેશના નિવૃત્ત ખેલાડીઓને ઓળખવા અને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

નવી દિલ્હી : યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ નિવૃત્ત ખેલાડીઓને નવા શરૂ કરાયેલા નિવૃત્ત સ્પોર્ટ્સપર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ (RESET) પ્રોગ્રામ માટે અરજી કરવા અને દેશની રમત ઇકોસિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપવાનું આહ્વાન કર્યું છે. સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, RESET પ્રોગ્રામ દેશના નિવૃત્ત ખેલાડીઓને ઓળખવા અને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
RESET પ્રોગ્રામનો ઉદ્દેશ્ય પેઢીઓ વચ્ચેના અંતરને દૂર કરવાનો અને નિવૃત્ત રમતવીરોની કુશળતા અને અનુભવને યુવા મહત્વાકાંક્ષી રમત પ્રતિભાઓને લાભ આપવાનો છે. આ કાર્યક્રમ 20 થી 50 વર્ષની વયના નિવૃત્ત એથ્લેટ્સ માટે ખુલ્લો છે, જેમણે આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીત્યા છે, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે અથવા રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
