તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં નાદિર શાહ હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ
આ હત્યાકાંડનું કાવતરું રોહિત ગોદારાએ વિદેશમાં બેસીને તૈયાર કર્યું હતું

નવી દિલ્હી : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં નાદિર શાહ હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલે 6 લોકોની અટકાયત કરી હતી જેમાંથી 4ની ધરપકડ કરવામાં આવી હતી.
આ હત્યાકાંડનું કાવતરું રોહિત ગોદારાએ વિદેશમાં બેસીને તૈયાર કર્યું હતું અને તેની જવાબદારી તિહારની જેલમાં બંધ હાશિમ બાબાને સોંપવામાં આવી હતી. હત્યાનું કારણ પૈસાની લેવડદેવડ હોવાનું કહેવાય છે, જે સંદર્ભે હાલ સ્પેશિયલ સેલ તપાસ કરી રહી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
