તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 14th September 2024
છી...છી....જ્યૂસમાં પેશાબ નાખીને ગ્રાહકને પીવડાવતો હતો, લોકોને ખબર પડતાં ધોઈ નાખ્યો : ધરપકડ

ગાઝિયાબાદ, તા.૧૪: ગાઝિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાંથી એક શરમજનક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક જ્યૂસની દુકાનમાંથી શરમજનક કરતૂતની પોલ ખુલીને સામે આવી છે. જ્યૂસમાં માનવ મૂત્ર નાખીને દુકાનદાર ગ્રાહકોને પીવડાવતો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ કેટલાય લોકો જ્યૂસની દુકાન પર પહોંચી ગયા અને તેમણે વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે જ્યૂસની દુકાનમાં કરતા લોકોને મેથીપાક પણ આપ્યો હતો. આ આખી ઘટના પર પોલીસ અધિકારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, લોની બોર્ડર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જ્યૂસની દુકાનમાં લગભગ ૧ લીટર માનવ મૂત્ર મળી આવ્યું છે.
જ્યૂસની દુકાનના માલિક પર આરોપ છે કે, તે માનવ મૂત્ર નાખીને જ્યૂસ લોકોને પીવડાવી રહ્યો હતો. આ મામલો જેણે પણ સાંભળ્યો, તે ચોંકી ગયા. રોટી પર થૂંક લગાવવાનો કિસ્સો હોય, કે પછી શાકભાજી પર થૂંકવાનો મામલો. એક પછી એક ગંદી હરકતોનો ખુલાસો થઈ રહ્યો છે. હવે જ્યૂસમાં માનવ મૂત્ર નાખીને લોકોને પીરસવાનો ખુલાસો થયો છે. હાલમાં આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાં એક બાળ કામદાર પણ છે, જેના પર કાનૂની રીતે કાર્યવાહીની વાત થઈ રહી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
