News of Saturday, 14th September 2024
ખાદ્યતેલ પરની કસ્ટમ ડયુટીમાં વધારો
સરકારે જાહેર કર્યુ નોટીફીકેશન

નવી દિલ્હી, તા.૧૪: ભારતે ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્ય તેલ પરના મૂળભૂત આયાત કરમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. સરકારે ક્રૂડ, રિફાઈન્ડ સનફ્લાવર અને સોયાબીન ઓઈલ પર કસ્ટમ ડ્યુટી વધારી છે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ક્રૂડ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી અનુક્રમે ૨૦ ટકા અને ૩૨.૫ ટકા કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને વિશ્વના સૌથી મોટા ખાદ્ય તેલ આયાતકારમાં સ્થાનિક તેલીબિયાંના ખેડૂતોને ટેકો આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ ક્રૂડ પામ, સોયાબીન અને સનફ્લાવર સીડ ઓઈલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી શૂન્યથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. રિફાઈન્ડ પામ, સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૧૨.૫ ટકાથી વધારીને ૩૨.૫ ટકા કરવામાં આવી છે. આ ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ ઓઈલ પરની અસરકારક ડ્યુટી અનુક્રમે ૫.૫ ટકાથી વધીને ૨૭.૫ ટકા અને ૧૩.૭૫ ટકાથી વધીને ૩૫.૭૫ ટકા થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ફીમાં ફેરફાર શનિવારથી અમલી બનશે.
ભારત તેની વનસ્પતિ તેલની ૭૦% થી વધુ માંગ આયાત દ્વારા પૂરી કરે છે. તે મુખ્યત્વે ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાંથી પામ તેલ ખરીદે છે, જ્યારે તે આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેનમાંથી સોયા તેલ અને સૂર્યમુખી તેલની આયાત કરે છે. સરકારના આ નિર્ણયની ઘણી રીતે અસર થઈ શકે છે.
સરકારના આ પગલાથી ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે છે અને માંગમાં ઘટાડો થઈ શકે છે.
બીજી તરફ પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની વિદેશી ખરીદી ઘટી શકે છે.
૧૪ સપ્ટેમ્બરથી ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સોયા ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર ૨૦% બેઝિક કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે.
આ ત્રણેય તેલ પર કુલ આયાત જકાત ૫.૫્રુ થી વધીને ૨૭.૫% થશે, કારણ કે ભારત આ તેલ પર કળષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ પણ લાદશે.
રિફાઈન્ડ પામ ઓઈલ, રિફાઈન્ડ સોયા ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પર આયાત ડ્યુટી હવે ૩૫.૭૫% રહેશે, જ્યારે પહેલા આ ડ્યુટી ૧૩.૭૫%હતી.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
