<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

મહિલાઓ જયારે લીડર બને છે ત્‍યારે આપણે એક અશકય પરિવર્તનને વાસ્‍તવિકતા બનાવી શકીએ છીએઃ ઇશા અંબાણી

મુંબઈઃ રિલાયન્‍સ ફાઉન્‍ડેશન અને વાઈટલ વોઈસીસ ૨૦૨૪-૨૦૨૫ વિમેનલીડર્સ ઈન્‍ડિયા ફેલોશીપ માટે ૫૦ અસાધારણ મહિલાઓની પસંદગીની ઘોષણા કરી છે. સામાજિક અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલો તરીકે સમાજ અને પોતાના સમુદાયોમાં પરિવર્તન લાવવાની સઘન પ્રતિબધ્‍ધતા ધરાવનારી મહિલાઓની ફેલોશીપના આ દ્વિતીય ચરણ માટે પસંદગી કરાયાનું જાહર કરતા રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના ડાયરેક્‍ટર શ્રીમતિ ઈશા અંબાણીએ જણાવ્‍યું હતું કે, ‘‘મહિલાઓ જ્‍યારે નેતળત્ત્વ સંભાળે, ત્‍યારે આપણે અશકય લાગતા હકારાત્‍મક ફેરફારને પણ વાસ્‍તવિક બનાવી શકીએ છે, આપણે નવા વિચારો અને સંભાવનાઓને ચર્ચામાં લાવીએ છીએ. રિલાયન્‍સ ફાઉન્‍ડેશન તથા વાઈટલ વોઈસીસ દ્વારા પ્રાયોજિત વિમેનલીડર્સ ઈન્‍ડિયા ફેલોશીપ ૨૦૨૪-૨૦૨૫ માટે પસંદગી પામેલી ૫૦ ફેલોને અભિનંદન પાઠવીએ છીએ! એક મહિલા હંમેશા બીજી મહિલા માટે મજબૂત નેટવર્ક, આનંદ અને કાંઈક શીખ લઈને આવે છે અને આ બાબત જ ફેલોશીપનો પાયો છે. તેમણે કહેલ કે ભારતભરમાંથી સામાજિક ક્ષેત્રની મહિલા અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલોની જલવાયુ પ્રતિરોધકતા, શિક્ષણ, આજીવિકા તેમજ વિકાસ માટે રમત-ગમત ક્ષેત્રમાં તેમની કામગીરી માટે પસંદગી કરાઈ. આ ફેલોને ગ્‍લોબલ લીડર્સ અને નિષ્‍ણાતોના નેટવર્ક સુધી પહોંચ પૂરી પાડવા સાથે ૧૦-મહિનાના માળખાબદ્ધ કાર્યક્રમમાં જોડવામાં આવશે. ફેલોશીપના બીજા રાઉન્‍ડ દ્વારા, રિલાયન્‍સ ફાઉન્‍ડેશન ભારતના વિકાસ ક્ષેત્રની ઈકોસિસ્‍ટમને વિસ્‍તારવા મહિલા સશક્‍તિકરણ માટેના પોતાના એજન્‍ડાને આગળ લઈ જઈ રહ્યું છે.

(12:21 PM IST)