News of Saturday, 14th September 2024
જેલ મુક્તિ બાદ કેજરીવાલે કોનોટ પેલેસના ઐતિહાસિક હનુમાન મંદિરમાં પૂજા કરી:રાજઘાટ જવાનો કાર્યક્રમ ટળ્યો
રાજઘાટ પર પાણી ભરાઈ જવાને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો

નવી દિલ્હી : તિહાર જેલમાંથી છૂટ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે કનોટ પ્લેસના ઐતિહાસિક હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમની પત્ની સિવાય મનીષ સિસોદિયા અને સંજય સિંહ કેજરીવાલ સાથે હતા. મંદિરમાં પૂજા બાદ કેજરીવાલ રાજઘાટ જવાનો પ્લાન હતો પરંતુ રાજઘાટ પર પાણી ભરાઈ જવાને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હવે તે આવતીકાલે એટલે કે રવિવારે રાજઘાટ જશે. ગઈ કાલે તેમને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
