<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

પીએમના નિવાસે આવ્‍યા ‘બાળ મહેમાન' : નામ રાખ્‍યું દીપજયોતિ

પીએમ મોદીના ઘરે એક નાનો મહેમાન આવ્‍યો છે. આ નાનકડા મહેમાનનું નામ પણ આપવામાં આવ્‍યું છે. પીએમ મોદીએ X પર આ નવા મહેમાનનો એક સુંદર વીડિયો પણ પોસ્‍ટ કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી પીએમ હાઉસમાં ગાયના વાછરડા સાથે જોવા મળી રહ્યા છે. પીએમ મોદી ખૂબ જ પ્રેમથી વાછરડાને વહાલ કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે પીએમ મોદીએ ઈન્‍સ્‍ટાગ્રામ પર લખ્‍યું, આપણા શાષાોમાં કહેવામાં આવ્‍યું છે - ગામઃ સર્વસુખ પ્રદા. લોક કલ્‍યાણ માર્ગ પરના વડાપ્રધાન ગળહ પરિવારમાં નવા સભ્‍યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્‍મ આપ્‍યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્‍યોતિ' રાખ્‍યું છે.આ પહેલા પણ પીએમ આવાસમાંથી પીએમ મોદીના ગાય સાથેના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. પરંતુ પીએમ મોદીનો આ ગાયના વાછરડા સાથેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

(2:52 PM IST)