<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ઉ.કોરિયાએ યુરેનિયમ એન્રિચમેન્‍ટ ફેસીલીટીના ફોટા જાહેર કર્યાઃ પ્રમુખ કીમ જોંગ ઉન વૈજ્ઞાનીકો સાથે ચર્ચા કરતા જોવા મળ્‍યા

નવીદિલ્‍હી,તા. ૧૪:  ઉત્તર કોરિયાએ પહેલી જ વાર તેની યુરેનિયમ એન્રિચમેન્‍ટ ફેસીલીટીના ફોટા પ્રદર્શિત કર્યા હતા. તેમાં પ્રમુખ કીમ જોંગ ઉન તે સમૃદ્ધ યુરેનિયમના પ્‍લાન્‍ટમાં વિજ્ઞાનીઓ અને ટેક્‍નિશ્‍યનો સાથે ચર્ચા કરતા દેખાતા હતા. તેઓ વિજ્ઞાનીઓને અને ટેક્‍નિશ્‍યનોને વધુ સેન્‍ટ્રી ફયુગલ્‍સ બનાવવા અનુરોધ કરતાં કહ્યું હતું કે વધુને વધુ પરમાણુ ટોચકા દેશના મિસાઇલ ઉપર લગાડવા પડે તેમ હોવાથી આપણે વધુ ને વધુ એ બોમ્‍બ બનાવવા પડે તેમ છે. તે માટે આપણે હજી પણ વધુ સેન્‍ટ્રી ફયુગલ્‍સ રચવા પડે તેમ છે.

વિશ્‍લેષણકારો કહે છે કે ઇન્‍ટરનેશનલ એટમિક એનર્જી કમિશન (વિયેના)એ ઉ.કોરિયાને એટમ બોંબ નહીં બનાવવા ભારપૂર્વક કહ્યું હતું. પરંતુ તે પ્રત્‍યે ‘ઐસી કી તૈસી' કરી ઉ.કોરિયાએ પરમાણુ બોમ્‍બ બનાવવાની શરૂઆત કરી જ દીધી હતી. આ પૂર્વે તેને રશિયા અને ચાઇનાએ સમૃદ્ધ યુરેનિયમ (યુ-૨૩૮) બનાવવામાં તેને પૂરી સહાય તેના વિજ્ઞાનીઓ અને ટેક્‍નિશ્‍યનોએ કરી હતી.

(2:53 PM IST)