News of Saturday, 14th September 2024
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારોઃ ૫ આરોપીઓ પકડાયા
છત્તીસગઢમાં ટ્રેનને નિશાન બનાવાઇ

રાંચી,તા.૧૪: છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર છે. અહીં, બાગબહરા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનના ત્રણ કોચ C2-10, C4-1, C9-78ના કાચ તૂટી ગયા હતા. માહિતી મળ્યા બાદ રેલવે પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી હતી.
પાંચેય આરોપીઓ બગબહરાના રહેવાસી છે. આરપીએફ પોલીસ રેલવે એક્ટ ૧૯૮૯ હેઠળ કેસ નોંધશે અને આરોપીને આજે જ રેલવે કોર્ટમાં રજૂ કરશે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
