News of Saturday, 14th September 2024
સ્કૂલ-કોલેજ અને જાહેર સ્થળોએ ફાયરપ્રુફ મટીરીયલમાંથી ફર્નિચર બનાવવાઃ કેન્દ્ર સરકારનો આદેશ

નવી દિલ્હીઃ ભારત સરકારે જાહેર સ્થળોએ મૂકવામાં આવતા સોફા, ખુરશી સહિતના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલમાંથી બનાવવામાં આવે તેવો આદેશ કર્યો છે. જાહેર જનતાની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગને લગતી કરુણ દુર્ઘટનાઓ ન બને તે હેતુથી આ આદેશ કરવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી નવો આદેશ લાગુ પડશે. અગાઉ સાતમી ઓક્ટોબર ૨૦૨૩થી તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સિનેમા ઘર, ડાઇનિંગ હોલ, શાળા-કોલેજ, પડદા, ખુરશી કે સોફા સહિતના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલના બનેલા હોવા જરૂરી જાહેર સ્થળોએ તૈયાર કરવામાં આવતા તમામ પ્રકારના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલમાંથી જ તૈયાર થયેલી હોવા જોઈએ અને તેને માટેના ધોરણો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે નક્કી કરી આપ્યા છે. જાહેર સ્થળોમાં ઓફિસ, મોલ, એરપોર્ટ્સ, રેસ્ટોરાં, અન્ડરગ્રાઉન્ડ શોપિંગ કોમ્પ્લેક્સ, મ્યુઝિયમ, હોસ્પિટલ્સ અને પૂજાઅર્ચનાના ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. તેમ જ શૈક્ષણિક સંસ્થાઓને પણ આ નિયમ લાગુ પડશે. ડાયનિંગ હોલમાંથી ખુરશીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે. આ જ રીતે જાહેર સ્થળ પર પડદા લગાવવામાં આવ્યા હોય તો તે પડદા પણ ફાયરપ્રૂફ હોવા જરૂરી છે
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
