News of Saturday, 14th September 2024
આયાત ડયુટી વધતા આયાતી તેલોમાં ૧૪૦ થી ૧પ૦ રૂા.નો ઉછાળો
પામતેલમાં ૧પ૦ રૂા., સનફલાવરમાં ૧પ૦, કોનતેલમાં ૧૪૦ અને કપાસીયા તેલમાં ૧૪૦ રૂા.નો ભાવવધારો : મોંઘવારીમાં પિસાતી પ્રજાને વધુ એક ડામ

રાજકોટ, તા., ૧૪: કેન્દ્ર સરકારે ક્રુડ અને રિફાઇન ખાદ્યતેલો પર ર૦ ટકા કસ્ટમ ડયુટી વધારતા આયાતી તેલોના ભાવોમાં ભડકો થયો છે. આયાતી તેલોમાં ૧૪૦ થી ૧પ૦ રૂા.નો ભાવવધારો થતા મોંઘવારીમાં પિસાતી પ્રજાને વધુ એક ડામ લાગ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારે રિફાઇન ખાદ્યતેલો પર ર૦ ટકા કસ્ટમ ડયુટી વધારતા સ્થાનીક બજારમાં આયાતી તેલોમાં ૧૪૦ થી ૧પ૦ રૂા. ભાવ વધી ગયા છે. બપોર સુધી કોઇ ભાવ બોલાતા ન હતા. પણ વેપારીસુત્રોના જણાવ્યા મુજબ પામતેલમાં ૧પ૦ રૂા., સન ફલાવર તેલમાં ૧પ૦ રૂા., કોન તેલમાં ૧૪૦ રૂા., કપાસીયા તેલમાં ૧૪૦ રૂા. અને અન્ય આયાતી તેલોમાં પણ જબ્બર ભાવવધારો થયો છે.
છેલ્લા એક પખવાડીયામાં પામતેલ અને કપાસીયા તેલમાં હાજર માલની ખેંચના કારણે ૧૦૦ થી ૧રપ રૂા.નો ભાવવધારો થયો છે ત્યારે કેન્દ્ર સરકારે આયાતી તેલ પર ર૦ ટકા ડયુટી વધારતા કપાસીયા અને પામતેલ સહીતના આયાતી તેલોના ભાવોમાં વધુ ૧પ૦ રૂા.નો ઉછાળો થયો છે.
આયાતી તેલોમાં કસ્ટમ ડયુટીનો વધારો જાહેર થયા બાદ કપાસીયા તેલ લુઝનો ભાવ ૧૧૭પ રૂા., કોટન રીફાઇનના ૧રરપ થી ૧ર૩પ , કોર્ન તેલના ૧૧પ૦ થી ૧૧૬૦, સન ફલાવર તેલના ૧૧પ૦ થી ૧૧૬૦, અને સોયાબીન તેલ લુઝના ૧૧૩૦ રૂા. ભાવ બોલાઇ રહયા છે.
કપાસીયા અને પામતેલ સહીતના ભાવો સળગી રહયા છે ત્યારે કેન્દ્ર સરકારે આયાત ડયુટીમાં વધારો કરતા બંને તેલોના ભાવોમાં વધુ ૧પ૦ રૂા.નો ઉછાળો થતા મોંઘવારીમાં પિસાતી પ્રજાને વધુ એક ડામ લાગ્યો છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
