<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

કોલકાતા બ્લાસ્ટની NIA દ્વારા તપાસની માંગ: બંગાળ ભાજપ અધ્યક્ષે લખ્યો ગૃહમંત્રીને પત્ર

તમામ સંભવિત એંગલની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે NIA અથવા અન્ય કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા વિગતવાર તપાસ પર વિચાર કરવા રજૂઆત

નવી દિલ્હી :  કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહને પત્ર લખીને મધ્ય કોલકાતામાં થયેલા વિસ્ફોટની ઘટનાની સંપૂર્ણ તપાસની વિનંતી કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે હું તમને વિનંતી કરું છું કે ઘટના સાથે સંબંધિત તમામ સંભવિત એંગલની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે NIA અથવા અન્ય કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા વિગતવાર તપાસ પર વિચાર કરો.

(6:38 PM IST)