News of Saturday, 14th September 2024
ઈશા અંબાણીની રાઈટ હેન્ડ ગણાતી કોણ છે ભક્તિ મોદી ? : કરોડોમાં લે છે પગાર: મુકેશ અંબાણી તેને દીકરી માને છે
રિલાયન્સ રિટેલ બિઝનેસને 8.4 લાખ કરોડ સુધી પહોંચાડ્યો: ભક્તિ મોદી મુકેશ અંબાણીના ખૂબ નજીકના સહયોગી અને મિત્ર મનોજ મોદીના દીકરી: મનોજ મોદી અને મુકેશ અંબાણી બંને ખૂબ જૂના મિત્રો :બંને કોલેજના સમયથી એક સાથે છે. રિલાયન્સ ઓફિસમાં મનોજને MM એટલે કે માસ્ટર માઈન્ડના નામથી ઓળખાય છે

મુંબઈ : એશિયાના સૌથી અમીર વ્યક્ત ગણાતા મુકેશ અંબાણીએ હાલમાં જ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં કરોડો રુપિયાનો ખર્ચ કર્યો હતો. તે સિવાય આકાશ અંબાણી અને ઈશા અંબાણી તેમના ફેમિલી બિઝનેસને આગળ વધારી રહ્યા છે. ઈશા અંબાણી કે જે રિલાયન્સ રિટેલની ડિરેક્ટર છે. જો કે તેમની આ સફરમાં ભક્તિ મોદી તેમના રાઈટ હેન્ડની જેમ તેમની સાથે રહી છે.
ભક્તિ મોદી મુકેશ અંબાણીના ખૂબ નજીકના સહયોગી અને મિત્ર મનોજ મોદીના દીકરી છે. મનોજ મોદી અને મુકેશ અંબાણી બંને ખૂબ જૂના મિત્રો છે. બંને કોલેજના સમયથી એક સાથે છે. રિલાયન્સ ઓફિસમાં મનોજને MM એટલે કે માસ્ટર માઈન્ડના નામથી ઓળખવામાં આવતા હતા. આ સાથે જ્યારે 2016માં ભક્તિના લગ્ન હતા ત્યારે તેનું સમગ્ર આયોજન પણ અંબાણી હાઉસ એન્ટીલિયામાં કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી ભક્તિ મોદીને તેમની દીકરી માને છે.
મુકેશ અંબાણીએ મનોજ મોદીને 1500 કરોડની 22 માળની બિલ્ડિંગ ગિફ્ટ આપી હોવાની ચર્ચાઓ પણ સામે આવી હતી.
કેટલાક મહિના પહેલા જ ભક્તિ મોદી રિલાયન્સ રિટેલના બ્યુટી પ્લેટફોર્મ Tira ની CEO બની છે. લગભગ 33 વર્ષની ભક્તિ મોદીએ ઈશા અંબાણી સાથે મળીને કામ કર્યું છે. ઈશા અંબાણી રિલાયન્સ વેન્ચર્સના બોર્ડમાં છે. તે સમુહના અલગ અલગ રિટેલ ફોર્મેટને સંભાળે છે. રિલાયન્સ રિટેલના સૌથી એમડી વી સુબ્રમણ્યમથી પણ ભક્તિને માર્ગદર્શન મળી રહ્યું છે. બિઝનેસ હાઉસમાં મનોજ મોદીની ખાસ જગ્યા છે. તેઓ રિલાયન્સ રિટેલ, EIH અને જીયો પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ છે.
એપ્રિલ 2023માં ઈશા અંબાણીએ બ્યુટી પ્લેટફોર્મ Tira ને લોન્ચ કર્યું હતું. ત્યારથી લઈને ભક્તિ મોદી રિલાયન્સ રિટેલમાં કો ફાઉન્ડરના રુપમાં લીડરશીપ ટીમના ભાગરુપે સ્ટ્રેટેજી અને એક્ઝીક્યુશનને સંભાળી રહી છે. તે કેટલાક સમયથી રિલાયન્સ રિટેલમાં રણનીતિ અને નવા બિઝનેસ આઈડિયા પર કામ કરી રહી છે. ઓગસ્ટ 2022માં ભક્તિ મોદીને રિલાયન્સ બ્રાન્ડ્સમાં એક ડાયરેક્ટર રુપે સામેલ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-24માં તેમને વર્ષે 5 કરોડ રુપિયા સેલેરી મળતી હતી.
તેમની ભૂમિકા માત્ર Tira સુધી સીમિત નથી. તેઓ એક બ્યુટી અને ફેશન વિભાગને આકાર આપી રહ્યા છે. તેમણે સેફોરા અને કિકો મિલાનો સાથે ભાગીદારી કરી છે. તેઓ મહત્વના નિર્ણયો લેવામાં સામેલ છે. Tira ના બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટમાં Nykaa, Tata CliQ Palettes, Myntra જેવી કંપની સાથે સ્પર્ધામાં છે. ઓનલાઈન સાથે તેમના એક ડઝન કરતા વધારે ઓફલાઈન સ્ટોર છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
