News of Sunday, 15th September 2024
વૈશ્વિક સંકેતો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 20.02 ડોલર એટલે કે 0.78 ટકા ઉછળી 2,57.24 ડોલર રહ્યો જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.83 ડોલર એટલે કે 2.80 ટકા વધી 30.75 ડોલર રહ્યો

અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્તાહમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે તેવા આશાવાદ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,200 ઉછળી રૂપિયા 75,550 થયા છે. જ્યારે દિલ્હી ખાતે ચાંદીના એક કીલો દીઠ ભાવ રૂપિયા 2,000 વધીને રૂપિયા 89,000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 20.02 ડોલર એટલે કે 0.78 ટકા ઉછળી 2,57.24 ડોલર રહ્યો હતો. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.83 ડોલર એટલે કે 2.80 ટકા વધી 30.75 ડોલર રહ્યો છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે.અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 75,500 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનું (99.5)નો ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 76,300 રહ્યો હતો. અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,000 ઉછળી રૂપિયા 87,000 રહ્યો હતો.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
