<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th September 2024

બારામુલ્લામાં આતંકવાદી ઠાર :બિલ્ડિંગમાંથી જીવ બચાવીને ભાગવા ગયો:સુરક્ષા દળોએ ત્યાં જ ફૂંકી માર્યો :જુઓ વિડિઓ

કાશ્મીરના બારામુલાથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરનો એક વીડિયો સામે આવ્યો

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકીને કેવી રીતે ઠાર કર્યો તેનો એક વીડિયો સામે આવ્યો છે 

એક આતંકી બિલ્ડિંગમાંથી જીવ બચાવીને ભાગવા ગયો પરંતુ એટલી વારમાં સુરક્ષા દળોએ તેને ત્યાંનો ત્યાં ઠાર માર્યો હતો. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આ ઘટના બની હતી જેનો એક વીડિયો સામે આવ્યો છે.

કાશ્મીરના બારામુલાથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. આતંકવાદી ગોળીબાર કર્યા પછી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો અને ગોળીબાર શરૂ કરી દીધો. જેના કારણે આતંકી ઘાયલ થઈને જમીન પર પડી ગયો. પડતાની સાથે જ હાથમાંથી બંદૂક સરકી જતાં તેણે ભાંખોડિયે ચાલીને તે ઉપાડી હતી પરંતુ તેનું આ કૃત્ય સુરક્ષા દળો જોઈ ગયાં અને તરત ગોળી ચલાવીને તેને પૂરો કર્યો હતો અને તેની લાશ પાસે જઈને બંધૂક કબજે લીધી હતી તથા બીજા આતંકીઓની શોધખોળ કરી હતી. આ ઘટના શનિવારે બની હતી પરંતુ તેનો વીડિયો આજે આવ્યો છે.

બારામુલ્લા જિલ્લામાં શનિવારે રાત્રે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓએ તેને વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની સફળતા ગણાવી હતી.

(11:02 PM IST)