<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th September 2024

કેરળમાં નિપાહ વાયરસથી એક વ્યક્તિનું મોત બાદ સંપર્કમાં આવેલા 151 લોકોને કર્યા આઈસોલેશન

મલપ્પુરમની એક ખાનગી હોસ્પિટલમાં નિપાહ વાયરસથી સંક્રમિત એક વ્યક્તિનું મોત થયું

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે રવિવારે કહ્યું કે તાજેતરમાં મલપ્પુરમની એક ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયું છે. તે નિપાહ વાયરસથી સંક્રમિત હતો. મંત્રીએ કહ્યું કે શનિવારે રાત્રે જ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે અને તે વ્યક્તિના સંપર્કમાં આવેલા 151 લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

(11:25 PM IST)