News of Sunday, 15th September 2024
દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા સરકાર સજ્જ : મોદી સરકાર કરશે મોટી જાહેરાત
ઉત્તરાખંડમાં પહેલાથી જ સમાન નાગરિક સંહિતા માટે કાયદો :ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ કોડને હજુ સુધી કોઈએ કોઈ કોર્ટમાં કાનૂની પડકાર રજૂ કર્યો નથી.

નવી દિલ્હી : દેશમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (સેક્યુલર સિવિલ કોડ) લાગુ કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ માટે પાંચ રાજ્યોએ કમિટીની રચના કરી છે, આ તમામ 5 રાજ્યોની કમિટીઓનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી રહ્યો છે, આ તમામ 5 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો બનશે
સૂત્રોનું કહેવું છે કે 5 રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ આખરે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પગલાં લેશે.
આ ક્રમમાં, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવવામાં આવ્યો છે, ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતાને હજી સુધી કોઈએ કાનૂની પડકાર આપ્યો નથી.
વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડ પર વારંવાર ચર્ચા કરી છે અને તેના સંબંધમાં ઘણી વખત સૂચનાઓ આપી છે અને હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પગલાં લઈ શકે છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
