<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

ગ્‍વાલીયરમાં છે હિંદી માતાનું મંદિર રોજ થાય છે પૂજા-આરતી

અહો આશ્‍ચર્યમ ! બાજુમાં છે બાજપેયીજીનું મંદિર

ગ્‍વાલીયર તા. ૧૬: હિંદીને વિશ્‍વસ્‍તરે સન્‍માન અપાવવા કેટલાય લોકો પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રયાસોનું જીવતું ઉદાહરણ છે ગ્‍વાલિયરનું હિંદી માતા મંદિર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જયારે પહેલી વાર સંયુકત રાષ્‍ટ્ર સંઘમાં હિંદીમાં સંબોધન કર્યું ત્‍યારે એ યાદને કાયમી બનાવવા માટે ૧૯૯પમાં વિજયસીંહ ચૌહાણે પોતાની જ જમીન પર હિંદી માતાનું મંદિર બનાવ્‍યું હતું. અહીં રોજ હિંદી માતાની પૂજા અને આરતી થાય છે. ચૌહાણનું કહેવું છે કે હિંદી ભાષા નથી, દેવી છે.

હિંદીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સનમાન અપાવનાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીજીનું મંદિર પણ તેમણે હિંદી માતા મંદિરની બાજુમાં જ બનાવડાવ્‍યું છે.

બન્‍નુે મંદિરો પર વિજયસીંહ ચૌહાણ પોતે પૂજા કરે છે. સવાર સાંજની પૂજા આરતી માટે પૂજારી પણ છે. અન્‍ય શ્રદ્ધાળુઓ પણ પૂજા કરવા આવે છે

(12:04 PM IST)