<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે? AAP નેતા સૌરભ ભારદ્વાજે આ રહસ્ય ખોલ્યું

સૌરભ ભારદ્વાજે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામાની જાહેરાત કર્યા બાદ નવા મુખ્યમંત્રી કોણ હશે તેની અટકળો તેજ થઈ ગઈ છે. દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. સૌરભ ભારદ્વાજે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયમાં આ વાત કહી. મીડિયાના સવાલોના જવાબ આપતા ભારદ્વાજે કહ્યું, 'આજે સોમવારે ઈદની રજા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપશે.

   મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તેમની પત્ની સુનીતા કેજરીવાલ મુખ્યમંત્રી બની શકે છે. સાથે જ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલ સરકારમાં એક ડઝનથી વધુ વિભાગો સંભાળી રહેલા મંત્રી આતિશીના નામની જાહેરાત થઈ શકે છે.

  સૌરભ ભારદ્વાજે કહ્યું, 'મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું સ્વીકારતાની સાથે જ પાર્ટી વિધાયક દળની બેઠક બોલાવશે. અમારી પાસે 60 ધારાસભ્યો છે. જે નામ પર ધારાસભ્ય દળની બેઠકમાં સહમતિ થશે. તેઓ દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. દિલ્હીમાં કામ નવા મુખ્યમંત્રીના હિસાબે થશે. સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે સોમવારની રજાના કારણે મંગળવારે નક્કી થશે કે સીએમ કોણ હશે. અત્યારે હું કહી શકતો નથી કે કોણ મુખ્યમંત્રી બનશે.

(2:13 PM IST)