News of Monday, 16th September 2024
એમી એવોર્ડ્સ ૨૦૨૪ ....છવાયું ‘શોગુન' સિરીઝનું નામ
જેરેમી એલન વ્હાઇટને બેસ્ટ એકટરનો એવોર્ડ

લોસએન્જલસ, તા.૧૬: ૭૬મા પ્રાઇમ ટાઇમ એમી એવોર્ડ્સ ૨૦૨૪ ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. બેસ્ટ એક્ટર-એક્ટ્રેસથી લઈને બેસ્ટ ફિલ્મની પણ જાહેરાત કરવામાં આવી છે. આની સાથે એ પણ ખબર પડી કે કઈ ફિલ્મોએ ધૂમ મચાવી છે. રવિવારે લોસ એન્જલસમાં આની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ‘શોગુન', ‘ધ બિયર' અને ‘બેબી રેન્ડીયર'ના નામ છવાયા હતા. જેરેમી એલન વ્હાઇટને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તેને આ અવોર્ડ કોમેડી સિરીઝ માટે મળ્યો. અન્ના સવાઈને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તે શોગુનમાં જોવા મળી હતી. આ સિવાય લિસ્ટમાં ઘણા નામો પણ સામેલ છે. આવી સ્થિતિમાં તમારા માટે વિવિધ કેટેગરીની સંપૂર્ણ યાદી નીચે છે.
વિજેતાઓની યાદી
શ્રેષ્ઠ ડ્રામા- શોગુન
શ્રેષ્ઠ અભિનેતા ડ્રામા સિરીઝ - હિરોયુકી સનાડા (શોગુન માટે)
શ્રેષ્ઠ અભિનેત્રી ડ્રામા સિરીઝ - અન્ના સવાઈ (શોગુન માટે)
સર્પોટિંગ અભિનેતા ડ્રામા સિરીઝ - કેટ ક્રુડઅપ (ધ ર્મોનિંગ શો માટે)
સર્પોટિંગ અભિનેત્રી ડ્રામા સિરીઝ - એલિઝાબેથ ડેબીકી (ધ ક્રાઉન માટે)
ગેસ્ટ એક્ટર ડ્રામા સિરીઝ- નેસ્ટર કાર્બોનેલ (શોગુન માટે)
ગેસ્ટ એક્ટ્રેસ ડ્રામા સિરીઝ- આઈકેલા કોલ (મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ)
શ્રેષ્ઠ દિગ્દર્શન ડ્રામા સિરીઝ - શોગુન (નિર્દેશક ફ્રેડ્રિક ઇઉ તોઇ)
શ્રેષ્ઠ લેખન ડ્રામા સિરીઝ - સ્લો હોર્સીસ (લેખક - વિલ સ્મિથ)
શ્રેષ્ઠ લિમિટેડ/એન્થોલોજી સિરીઝ - બેબી રેન્ડીયર (નેટફિ્લક્સ)
શ્રેષ્ઠ ટીવી મૂવી- ક્વિઝ લેઝી (હુલુ)
શ્રેષ્ઠ અભિનેતા લિમિટેડ/એન્થોલોજી સિરીઝ - રિચાર્ડ ગેડ (બેબી રેન્ડીયર માટે)
શ્રેષ્ઠ અભિનેત્રી લિમિટેડ/એન્થોલોજી સિરીઝ - જોડી ફોસ્ટર (ટ્રુ ડિટેક્ટીવ નાઇટ કંપની માટે)
બેસ્ટ સર્પોટિંગ એક્ટર લિમિટેડ/એન્થોલોજી સિરીઝ - લેમોરન મોરિસ (ફાર્ગો માટે)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી લિમિટેડ/એન્થોલોજી સિરીઝ- જેસિકા ગનિંગ (બેબી રેન્ડીયર માટે)
બેસ્ટ ડિરેક્શન લિમિટેડ/એન્થોલોજી સિરીઝ - રિપ્લે (નેટફિ્લક્સ) (ડિરેક્ટર - સ્ટીવન જિલિયન)
શ્રેષ્ઠ લેખન લિમિટેડ/એન્થોલોજી સિરીઝ - બેબી રેન્ડીયર (નેટફિ્લક્સ) (લેખક - રિચાર્ડ ગેડ)
શ્રેષ્ઠ કોમેડી શ્રેણી- હેક
બેસ્ટ હોસ્ટ (રિયાલિટી શો) - એલન કમિંગ (ધ ટ્રેટર માટે)
બેસ્ટ હોસ્ટ (ગેમ શો) - પૈટ સજાક (ફોર્ચ્યુન વ્હીલ માટે)
શ્રેષ્ઠ રિયાલિટી પ્રોગ્રામ - શાર્ક ટેન્ક.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
