News of Monday, 16th September 2024
રેણુકાસ્વામી મર્ડર કેસ : આરોપીની બેરેકમાંથી ૧૫ ફોન, છરી મળી
આરામ કરી રહેલા અભિનેતાનો ફોટો વાયરલ થયો હતો : જેલની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓનો પર્દાફાશ : સાત ઇલેક્ટ્રિક માટીના સ્ટવ, પાંચ ચાકુ, ત્રણ મોબાઇલ ફોન ચાર્જર, બે પેન ડ્રાઇવ અને ૩૬,૦૦૦ રૂપિયા રોકડા પણ મળ્યા

બેંગ્લોર, તા.૧૬: પોલીસે શનિવારે બેંગલુરુ સેન્ટ્રલ જેલ, પરપ્પના અગ્રહારામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ૧.૩ લાખ રૂપિયાની કિંમતના સેમસંગ મોબાઇલ ફોન સહિત ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. તે જ સમયે, સાત ઇલેક્ટ્રિક માટીના સ્ટવ, પાંચ ચાકુ, ત્રણ મોબાઇલ ફોન ચાર્જર, બે પેન ડ્રાઇવ અને ૩૬,૦૦૦ રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે.
શનિવારે બેંગલુરુ સેન્ટ્રલ જેલ, પરપ્પના અગ્રહારામાં એક મહત્વપૂર્ણ પોલીસ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ૧.૩ લાખ રૂપિયાની કિંમતના સેમસંગ મોબાઇલ ફોન સહિત ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. તે જ સમયે, સાત ઇલેક્ટ્રિક માટીના સ્ટવ, પાંચ ચાકુ, ત્રણ મોબાઇલ ફોન ચાર્જર, બે પેન ડ્રાઇવ અને ૩૬,૦૦૦ રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમાકુની બનાવટો જેવી કે સિગારેટના પેકેટ, બીડીના પેકેટ અને માચીસની પેટીઓ પણ મળી આવી હતી.
સાઉથ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અભિનેતા અને હત્યાના આરોપી દર્શનનો ફોટો વાયરલ થયાના થોડા દિવસો બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ફોટોમાં દર્શન જેલમાં કેટલાક બદમાશો સાથે આરામ કરતો જોવા મળ્યો હતો, જેના કારણે જેલ પ્રશાસનની છબી ખરાબ થઈ હતી.
પોલીસના આ દરોડામાં જેલની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓનો પર્દાફાશ થયો છે અને જેલની અંદર શિસ્ત જાળવવા માટે વધુ કડક મોનિટરિંગની જરૂર હોવાનું પણ દર્શાવ્યું છે. આ ઘટનાક્રમે જેલ -બંધન અને સંબંધિત અધિકારીઓ માટે ફરી એકવાર ગંભીર પડકાર ઉભો કર્યો છે.કર્ણાટકની એક જેલમાં શનિવારે મોટો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ૧૨ જેલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરોડા સમયે મુખ્ય આરોપી દર્શન અને તેના સહ આરોપીઓને અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
કર્ણાટક સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિએટીવ દ્વારા ૨૦૨૨માં પ્રકાશિત કરાયેલા અહેવાલ ૅઈનસાઈડ કર્ણાટક જેલૅ અનુસાર હાલમાં ૨૧ બેરેક પર દરોડા પાડવામાં આવ્યા છે.
શનિવારે, દક્ષિણ-પૂર્વના ડેપ્યુટી કમિશનર સારા ફાતિમા અને હુલિમાવુ, બેગુર અને પરપ્પાના અગ્રાહરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૪૦ સભ્યોની પોલીસ ટીમે સાંજે ૪:૩૦ વાગ્યે જેલમાં દરોડો પાડ્યો હતો. નાગાની બેરેક ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
