<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

ઉત્તરપ્રદેશ સરકારે મારી ઇચ્છા પુરી કરી : અયોધ્યાનું દરેક ઘર, દરેક કાર્યાલય, તમામ સેવાઓ સૌર શક્તિ થી ચાલે. અને મને ખુશી છે કે, અત્યાર સુધી મોટાભાગના ઘરો, ઓફિસોને સોલાર એનર્જીથી જોડી ચુક્યા છીએ. અયોધ્યામાં મોટી સંખ્યમાં સ્ટ્રીટ લાઈટ, સોલાર બોર્ડ જેવી વસ્તુઓ જોવા મળે છે. અમે ભારતમાં આવી અનેક સીટીઓની ઓળખ કરી છે : નરેન્દ્રભાઈ મોદી

ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સોલાર પાવર જનરેશનનું માધ્યમ બનાવવા માંગીએ છીએ : વડાપ્રધાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત

અમદાવાદ તા.૧૬ :  પીએમ નરેન્દ્રભાઈ મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, તે દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. અને વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે સભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન તેમણે મોદી સરકાર 3.0 ના 100 દિવસના કામો, અયોધ્યાનો વિકાસ, પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના વગેરે વિશે ભાષણમાં વાત કરી હતી. 

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અયોધ્યા અંગે વાત કરતા જણાવ્યું કે,  તમે બધા અયોધ્યા વિશે તો ભરપૂર જાણો છો. અયોધ્યા નગરી પ્રભુ રામની જન્મભૂમિ છે. ભગવાન રામ તો સૂર્યવંશી હતા. હમણાં હું પ્રદર્શની જોઈ રહ્યો હતો ત્યારે, ત્યાં મે ઉત્તરપ્રદેશનો સ્ટોલ જોયો હતો. કારણ કે હું તો કાશીનો સાંસદ છું. હવે તો હું યુપી વાળો પણ બની ગયો છું. તો સ્વાભાવિક છે કે હું યુપીનો સ્ટોલ જોવા માટે ગયો. આજે તેમને મારી ઈચ્છા પૂરી કરી છે. ત્યાં ભગવાન રામનું ભવ્ય મંદિર તો બન્યું છે. પરંતુ હું દુનિયાને બતાવવા માંગુ છું કે, હવે તે અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે, પુરુ અયોધ્યા મોડલ સોલાર સીટી બનાવવાનું લક્ષ્ય લઇને ચાલી રહ્યું છે. હવે તેનું કામ પણ પુરુ થવા આવ્યું છે. 

અમારો પ્રયાસ છે કે અયોધ્યાનું દરેક ઘર, દરેક કાર્યાલય, તમામ સેવાઓ સૌર શક્તિ થી ચાલે. અને મને ખુશી છે કે, અત્યાર સુધી મોટાભાગના ઘરો, ઓફિસોને સોલાર એનર્જીથી જોડી ચુક્યા છીએ. અયોધ્યામાં મોટી સંખ્યમાં સ્ટ્રીટ લાઈટ, સોલાર બોર્ડ જેવી વસ્તુઓ જોવા મળે છે. અમે ભારતમાં આવી અનેક સીટીઓની ઓળખ કરી છે. જેને અમે આવી રીતે સોલાર સીટી તરીકે વિકસિત કરવા માંગીએ છીએ. 

ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સોલાર પાવર જનરેશનનું માધ્યમ બનાવવા માંગીએ છીએ. આજે ખેડૂતોને ઇરીગેશન માટે સોલાર પંપ, તેમજ નાના સોલાર પ્લાન્ટ લગાવવા માટે મદદ કરવામાં આવી રહી છે.

(3:50 PM IST)