<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

પહેલા સરઘસ પર પથ્થરમારો,હવે ઘરો પર બુલડોઝરનો ચલાવાયું :રાજસ્થાનના શાહપુરમાં હંગામા બાદ કાર્યવાહી

શાહપુર જિલ્લાના જહાઝપુર વિસ્તારમાં પથ્થરમારો બાદ સર્જાયેલા વિવાદના સમાધાન માટે મ્યુનિસિપલ પ્રશાસને સતત બે દિવસ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી કરી

રાજસ્થાનના શાહપુર જિલ્લાના જહાઝપુર વિસ્તારમાં ઝાંખી દરમિયાન પથ્થરમારો બાદ સર્જાયેલા વિવાદના સમાધાન માટે મ્યુનિસિપલ પ્રશાસને શનિવાર અને રવિવારે સતત બે દિવસ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી કરી હતી. રાજસ્થાનમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે વહીવટીતંત્રે રાત્રે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝ કર્યું હોય. શનિવારે બપોરે જહાઝપુરમાં જલઝુલાની એકાદશી પર ઠાકુર જીની ઝાંખી કાઢતી વખતે, બે પક્ષો સામસામે આવી ગયા

   ઘટના અનુસાર, જહાઝપુર શહેરમાં જ્યારે જામા મસ્જિદની સામેથી ઝાંખી પસાર થઈ ત્યારે બંને પક્ષો સામસામે આવી ગયા અને તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ. આ દરમિયાન કેટલાક લોકોએ મસ્જિદની ટોચ પરથી ઝાંખી કાઢી રહેલા શ્રદ્ધાળુઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા પથ્થરમારામાં અનેક શ્રદ્ધાળુઓ અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ પછી તમામ ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા અને ઠાકુરજીની યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી.

   માહિતી મળતાં જ સ્થાનિક ધારાસભ્ય ગોપીચંદ મીણા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વહીવટીતંત્રને તાત્કાલિક તમામ ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી હતી અને મસ્જિદના બાંધકામને ગેરકાયદેસર ગણાવીને બુલડોઝરની કાર્યવાહીની માગણી પર અડગ હતા. પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા અને 9 લોકોની અટકાયત કરી અને મસ્જિદની બહાર નોટિસ ચોંટાડી દીધી. પાલિકાએ મસ્જિદ કમિટીને આપેલી નોટિસમાં મસ્જિદની લીઝ અને બાંધકામની મંજુરી સાથે 24 કલાકમાં તમામ દસ્તાવેજો આપી ખુલાસો આપવા આદેશ કરાયો હતો. ધીરે ધીરે, તમામ હિન્દુ સંગઠનો સ્થાનિક ધારાસભ્ય ગોપીચંદ મીણાના નેતૃત્વમાં કલ્યાણ જીના મંદિર પાસે એકઠા થવા લાગ્યા અને મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને બુલડોઝર વડે તોડી પાડવાની માંગ કરવા લાગ્યા

(6:58 PM IST)