<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

માઇકલ જેક્સનના ભાઇ ટીટો જેક્સનનું હાર્ટએટેકથી નિધન: 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું

ડ્રાઇવિંગ કરતી વખતે ટીટોને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને બચાવી શકાયો નહોતો

મુંબઈ :સ્વર્ગસ્થ પોપ સ્ટાર માઈકલ જેક્સનના પરિવાર સાથે જોડાયેલા એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. માઈકલ જેક્સનનો ભાઈ ટીટો જેક્સન હવે આ દુનિયામાં નથી રહ્યા. ટીટો જેક્સનનું અવસાન થયું છે. 70 વર્ષની ઉંમરે માઈકલના ભાઈ ટીનો જેક્સને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

  ટીટો જેક્સનનું મૃત્યુ તેના ચાહકો અને પરિવાર માટે એક મોટો આઘાત સમાન છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીટોનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. ડ્રાઇવિંગ કરતી વખતે ટીટોને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને બચાવી શકાયો નહોતો. માઈકલના મોટા ભાઈનું 15 સપ્ટેમ્બરે અવસાન થયું છે.

   ટીટો જેક્સનના મૃત્યુની માહિતી તેમના પુત્રોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે, 'ભારે હૃદય સાથે અમે જાહેરાત કરીએ છીએ કે અમારા પ્રિય પિતા, રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમર ટીટો જેક્સન હવે અમારી સાથે નથી રહ્યા. અમને આઘાત લાગ્યો છે. અમારા પિતા એક અદ્ભુત વ્યક્તિ હતા જેઓ દરેકની ભલાઇની પરવાહ કરતા હતા.

તમારામાંથી કેટલાક તેને પ્રખ્યાત જેક્સન 5 ના ટીટો જેક્સન તરીકે ઓળખતા હશે, કેટલાક તેને "કોચ ટીટો" તરીકે ઓળખે છે અથવા કેટલાક તેને "પોપ્પા ટી" તરીકે ઓળખે છે. તેમ છતાં તેમની ઘણી યાદ આવશે. તે આપણા માટે હંમેશા 'ટીટો ટાઇમ' રહેશે. મહેરબાની કરીને યાદ રાખો કે અમારા પિતૃઓએ હંમેશા જે ઉપદેશ આપ્યો છે અને તે છે 'એકબીજાને પ્રેમ કરો'. અમે તમને ચાહીએ છીએ પૉપ્સ. તમારા દિકરા તાજ, ટૈરિલ અને ટીજે.

માઈકલ જેક્સનની જેમ ટીટો જેક્સન પણ સંગીતની દુનિયામાં ચર્ચિત હતા. તે એક મ્યુજીશિયન હતા અને ટીટો ગિટાર પણ ખૂબ સારુ વગાડતા હતા. વર્ષ 2016 માં તેણે તેનું પહેલું સિંગલ આલ્બમ 'ટીટો ટાઈમ' રજૂ કર્યું. તેમની પાસે ગાવાની અને શાનદાર ડાંસ કરવાનું હુનર પણ હતું

(9:46 PM IST)