<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: બ્લાસ્ટને કારણે મકાનો ધરાશાયી: અનેક લોકોના દટાઈ ગયાની આશંકા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદમાં ફટાકડાના કારખાનામાં જોરદાર વિસ્ફોટ:આસપાસના ઘણા મકાનો ધરાશાયી: લોકોના ટોળા ઉમટ્યા

ફિરોઝાબાદ. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદમાં ફટાકડાના કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે આસપાસના ઘણા મકાનો ધરાશાયી થયા. ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે,

    આ દુર્ઘટના નૌશહરા ગામમાં રાત્રે 10.10 વાગ્યે થઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે સમાચાર અપડેટ થાય ત્યાં સુધી પોલીસ આવી ન હોવાનું જાણવા મળેલ છે

(11:16 PM IST)